Posts Tagged ‘Orientation Centre’

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે

ગયા રવિવારે, અમે લોકો સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે ગયા હતા. ક્યાંક ફરવા જવુ, એવું વિચાર્યુ હતું, પણ શ્રેષ્ઠ જગ્યા કઇ ? ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે સક્કરબાગની મુલાકાત ઘણા વર્ષોથી નથી લીધી. અને વળી સક્કરબાગમાં પણ ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે અને કેટલાક નવાં પ્રાણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તો ચાલો સક્કરબાગની મુલાકાતે….

સક્કરબાગની સ્થાપનાં ઇ.સ. ૧૮૬૩માં થઇ હતી. બહુ જ જુનું કહી શકાય તેવું સક્કરબાગ ઝૂ અમારા જુનાગઢનું ઘરેણુ છે… સક્કરબાગ આશરે ૨૦૦ એકેર જગ્યામાં પથરાયેલ છે. અને હજુ પણ જુનાગઢ કૃષી યુનીવર્સિટી દ્વારા અકુક જગ્યા આપવાના સમાચાર સંભળાય છે. સક્કરબાગ માટે સક્કરબાગ ઝૂઓલોજીકલ સોસાયટીની સ્થાપનાં પણ કરવામાં આવી છે. હવે માત્ર એક જરૂર છે સક્કરબાગની પોતાની ઓફીસીયલ વેબસાઇટ બનાવવાની. આવડું મોટું પ્રાણીસંગ્રહાલય અને તેને પોતાની વેબસાઇટ ન હોય ?

પહેલાતો સક્કરબાગમાં જતા વેત જે ટીકીટ વિન્ડો આવે છે, તેની જ જગ્યા બદલાવી દેવાઇ છે. અને સાદી – જુની ટીકીટોને બદલે હવે કોમ્પ્યુટરરાઇઝ્ડ અને વળી તે પણ ગીતા લોજની સ્પોન્સરશીપ વાળી ટીકીટો આપવામાં આવે છે.

ટીકીટો લઇને અમે અંદર પ્રવેશ્યા. અંદર પ્રવેશતાં જ એક નવું સંસ્કરણ કેન્દ્ર – Orientation Centre બનાવવામાં આવ્યુ છે. અહીં સક્કરબાગનો ઇતિહાસ તથા તમામ પ્રાણીઓ વિષેની પ્રાથમીક માહિતી આપવાનો પ્રયાસ કરાયો છે. સંસ્કરણ કેન્દ્ર ખુબજ સુંદર રીતે બનાવવામાં આવ્યુ છે. આખા સક્કરબાગનો નક્શો પણ તૈયાર કરવામાં આવ્યો છે.

અહીં થી પછી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની શરૂઆત થાય છે. પહેલા પક્ષીઓ નો વિભાગ આવે છે. સૌપ્રથમ વિદેશી પક્ષીઓ – મોટા – મોટા પક્ષીઓ રાખવામાં આવેલ છે. મને તો અત્યારે એકેયનાં નામ યાદ રહ્યા નથી. ત્યારબાદ જંગલી પ્રાણીઓનો વિભાગ આવે છે. જેમાં ચિત્તા – કે જેને હમણાં જ એકાદ વર્ષ પહેલાં લઇ આવવામાં આવ્યા છે. અમે ગયા ત્યારે સક્કરબાગનાં કર્મચારીઓ તેનાં (ચિત્તા) પર ગરમી ન લાગે તેનાં માટે પાણીનો છંટકાવ કરતાં હતા. એ દરમિયાન જ સિંહની વિશાળ ગર્જના શંભળાતી હતી. પાછળથી ખબર પડી કે આ સિંહ હજુ નવો છે, અને તેને એક અલગ પાંજરામાં રાખવામાં આવે છે. ત્યારબાદ વિવિધ જંગલી જનાવરો જેવા કે વાઘ – સફેદ વાઘ, દિપડા, સિંહ, રીંછ વગેરે જોવા મળે છે. સિંહ જંગલનો રાજા ભલે કેહવાતો હોઇ, પણ અહીં તમને એ પોતાનું સામ્રાજ્ય હારી ગયો હોય, અને નિરાશ થઇ ગયો હોય તેવો નજરે પડે છે. બે  થી ત્રણ સિંહો હતા, બધા જ સુસ્ત રીતે પડેલ હતાં.

પછી તૃણભક્ષી પ્રાણીઓ જેવાં કે હરણ, સાબર, ઘુડખર વગેરે જોવા મળે છે. ત્યારબાદ શિયાળ, ઝરખ, વરૂ વગેરે. એની પહેલાં મગર, ઘડીયાર જેવાં જળચર પ્રાણીઓ પણ આવે છે. ત્યારબાદ સરીસૃપો જેમાં તમામ પ્રકારનાં સાપો અહીં રાખવમાં આવેલ છે. એક માછલી ઘર પણ અહી છે. જોકે માછલીઓ બહુ મોટા પ્રમાણ નથી.

સક્કરબાગની અંદર જ સફારી પાર્કમાં જવા માટે ટીકીટ મળે છે, જેમાં સિંહ વગેરે પ્રાણીઓ તમને બસમાંથી – છુટા બતાવવામાં આવે છે. પરંતુ અમે તો તેમાં ન ગયા. કારણ કે એટલો બધો તડકો – ગરમી હતી કે સિંહ જોવા મળે એવી કોઇ શક્યતા હતી નહિં…