Archive for the ‘મોબાઇલ’ Category

MNP લોચા !

ઘણાં સમયથી વિચારી રહ્યો હતો કે હું મારા BSNLનું MNP (Mobile Number Portability) કરાવી લઉં. બે ત્રણ વખત તો મેં પ્રયત્ન પણ કરી જોયો. પણ ન જાણે કેમ BSNLનો મેસેજ “A silent friend comes to mind late…” મને બીજામાં પોર્ટીંગ કરતા રોકી દેતો. પરંતુ છેલ્લા કેટલાક કડવા અનૂભવોને કારણે મન મક્કમ કરી લીધું કે હવે તો ગમે તે ભોગે BSNL છોડીને જ રહીશ…

પછી મારી ખોજ શરૂ થઇ, કે ક્યા સર્વીસ પ્રોવાઇડર સાથે જોડાવવું… એક તો નક્કી જ કરી લીધેલ હતું કે સ્વદેશી ટેલીકોમ કંપની જ પસંજ કરવી. એટલે એરટેલ, આઇડીયા, વીડીયોકોન જેવી કંપનીઓ મગજમાં ખરી. પરંતુ બધું વિચારર્યા પછી, છેલ્લે ઉલ્લું બનાવીંગ…!dea ને પસંદ કર્યું. તાત્કાલીક મેસેજ કર્યો: PORT 94299***** TO 1900. તુરત જ રીપાલ્યની સાથે મને યુનિક નંબર મળ્યો. હું આઇડીયાની ઓફિસે ગયો અને ત્યાં ફોર્મ ભર્યું.

બીજા દિવસે મને BSNL જૂનાગઢની કચેરીમાંથી ફોન આવ્યો. મને એમ કે હમણાં તેઓ બીજી કંપનીની જેમ રીક્વેસ્ટ કરશે… કે તમે અમારી કંપનીમાંથી શા માટે જવા માગો છો? શું પ્રોબ્લેમ છે? વિગેરે…વિગેરે….પરંતુ એવું કશુ જ ન થયું. મે જેવું કારણ બતાવ્યું કે મને નેટવર્કનો બહું પ્રોબ્લેમ છે, કે તુરત જ તેણે “ઠીક છે” કરી ફોન ડીસકનેક્ટ કરી આપ્યો…

MNP લોચો હવે શરૂ થાય છે… બે દિવસે મને મેસેજ મળ્યો કે તમારા ડોક્યૂમેન્ટસ્ સ્વીકારાઇ ગયા છે, અને MNPની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેનાં પછીના બીજા દિવસે મને ફરી મેસેજ મળે છે કે આપનું SIM આજે રાત્રીના 23:30 (સાડા અગિયાર) વાગ્યે બંધ થઇ જશે, અને આપનું નવું !deaનું SIM શરૂ કરવા 59059 પર કોલ કરવો.

બીજા દિવસે સવારે મેં !deaનું SIM શરૂ કરવા મારા પ્રાયમરી મોબાઇલને બદલે !deaનું સીમ બીજા મોબાઇલમાં દાખલ કર્યું. અને 59059 પર કોલ કરી વેરીફીકેશન કરાવ્યું. એટલે મારું નવું આઇડીયાનું કાર્ડ શરૂ થઇ ગયું. અન્ય માબાઇલમાંથી મેં મારા નંબર 94299***** પર કોલ કરી જોયો, નવા !idea ના SIM માં કોલ રીસીવ પણ થયો. પણ મને એક અફસોસ થયો કે મેં આગલા દિવસે જ મારા જૂના BSNLમાં ₹ 50 નું રીચાર્જ કરાવેલ. કિંમત નાની ગણાય, પરંતુ ગુજરાતી સ્વભાવ હોઇ, એ જતું કરી શકાય નહીં. મેં તુરત BSNL જેમાં ચડાવેલ હતું, તે મોબાઇલ જોયો. તેમાં હજૂ પણ નેટવર્ક ફુલ બતાવતું હતું. મેં બેલેન્સ ચેક કર્યું. બેલેન્સ પણ બતાવે… મને કશુ સમજાયું નહીં. કે એક જ નંબરનાં બે કાર્ડ…!!!

હા, આવું કોઇ દિવસ નહીં બન્યું હોઇ. મેં તો આવો કિસ્સો ક્યારેય નથી જોયો. રાબેતા મુજબ એવું થાય કે જૂનુ સીમ કાર્ડ રાત્રે બંધ થઇ જાય, તે કાર્ડ ઇનએક્ટીવ થઇ જાય અને તેના કોન્ટેક્ટસ તથા બેલેન્સ બધું જતું રહે. પણ મારા કિસ્સામાં એવું કશું થયું નથી. અને અચરજ તો ત્યારે થાય, કે હું મારા જ નંબરમાંથી મને ફોન કરી શકું છું. એટલે કે હું મારા નંબર 94299***** પર થી એના એજ નંબર 94299***** પર કોલ કરી શકું છું. એનાથી પણ ચડિયાતું કે મારા જૂના BSNLના કાર્ડમાંથી કોઇ કોલ ચાલું હોઇ, તો પણ હું !deaના સીમમાં કોલ રીસીવ થઇ શકે છે. હવે એક ટ્રાય કરવાની બાકી છે…? બોલો કઇ…? બેલેન્સ પુરાવવાની… હું મારા આ નંબર પર રીચાર્જ કરું તો ક્યા સીમમાં બેલેન્સ આવશે…?

મને લાગે કે કદાચ બન્નેમાં…જે ઓપરેટર સીલેક્ટ કરી, રીચાર્જ કરીશ, તેમાં રીચાર્જ થઇ શકશે. આવતી કાલે એ પણ પ્રયત્ન કરી જોઇશ. અહીં કદાચ એવું બન્યું હોય કે BSNLમાંથી મારો જૂનો નંબર બંધ કરવાનો રહી ગયો હોય. એમ પણ બને… જે હોય તે, પણ મારું બેલેન્સ પુરુ ન થાય ત્યાં સુધી BSNLનું જૂનુ સીમ મોબાઇલની બહાર નથી કાઢવું… પછી એ પણ પ્રયત્ન કરી જોઇશ…