Archive for the ‘મારો વિચાર’ Category

MNP લોચા !

ઘણાં સમયથી વિચારી રહ્યો હતો કે હું મારા BSNLનું MNP (Mobile Number Portability) કરાવી લઉં. બે ત્રણ વખત તો મેં પ્રયત્ન પણ કરી જોયો. પણ ન જાણે કેમ BSNLનો મેસેજ “A silent friend comes to mind late…” મને બીજામાં પોર્ટીંગ કરતા રોકી દેતો. પરંતુ છેલ્લા કેટલાક કડવા અનૂભવોને કારણે મન મક્કમ કરી લીધું કે હવે તો ગમે તે ભોગે BSNL છોડીને જ રહીશ…

પછી મારી ખોજ શરૂ થઇ, કે ક્યા સર્વીસ પ્રોવાઇડર સાથે જોડાવવું… એક તો નક્કી જ કરી લીધેલ હતું કે સ્વદેશી ટેલીકોમ કંપની જ પસંજ કરવી. એટલે એરટેલ, આઇડીયા, વીડીયોકોન જેવી કંપનીઓ મગજમાં ખરી. પરંતુ બધું વિચારર્યા પછી, છેલ્લે ઉલ્લું બનાવીંગ…!dea ને પસંદ કર્યું. તાત્કાલીક મેસેજ કર્યો: PORT 94299***** TO 1900. તુરત જ રીપાલ્યની સાથે મને યુનિક નંબર મળ્યો. હું આઇડીયાની ઓફિસે ગયો અને ત્યાં ફોર્મ ભર્યું.

બીજા દિવસે મને BSNL જૂનાગઢની કચેરીમાંથી ફોન આવ્યો. મને એમ કે હમણાં તેઓ બીજી કંપનીની જેમ રીક્વેસ્ટ કરશે… કે તમે અમારી કંપનીમાંથી શા માટે જવા માગો છો? શું પ્રોબ્લેમ છે? વિગેરે…વિગેરે….પરંતુ એવું કશુ જ ન થયું. મે જેવું કારણ બતાવ્યું કે મને નેટવર્કનો બહું પ્રોબ્લેમ છે, કે તુરત જ તેણે “ઠીક છે” કરી ફોન ડીસકનેક્ટ કરી આપ્યો…

MNP લોચો હવે શરૂ થાય છે… બે દિવસે મને મેસેજ મળ્યો કે તમારા ડોક્યૂમેન્ટસ્ સ્વીકારાઇ ગયા છે, અને MNPની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેનાં પછીના બીજા દિવસે મને ફરી મેસેજ મળે છે કે આપનું SIM આજે રાત્રીના 23:30 (સાડા અગિયાર) વાગ્યે બંધ થઇ જશે, અને આપનું નવું !deaનું SIM શરૂ કરવા 59059 પર કોલ કરવો.

બીજા દિવસે સવારે મેં !deaનું SIM શરૂ કરવા મારા પ્રાયમરી મોબાઇલને બદલે !deaનું સીમ બીજા મોબાઇલમાં દાખલ કર્યું. અને 59059 પર કોલ કરી વેરીફીકેશન કરાવ્યું. એટલે મારું નવું આઇડીયાનું કાર્ડ શરૂ થઇ ગયું. અન્ય માબાઇલમાંથી મેં મારા નંબર 94299***** પર કોલ કરી જોયો, નવા !idea ના SIM માં કોલ રીસીવ પણ થયો. પણ મને એક અફસોસ થયો કે મેં આગલા દિવસે જ મારા જૂના BSNLમાં ₹ 50 નું રીચાર્જ કરાવેલ. કિંમત નાની ગણાય, પરંતુ ગુજરાતી સ્વભાવ હોઇ, એ જતું કરી શકાય નહીં. મેં તુરત BSNL જેમાં ચડાવેલ હતું, તે મોબાઇલ જોયો. તેમાં હજૂ પણ નેટવર્ક ફુલ બતાવતું હતું. મેં બેલેન્સ ચેક કર્યું. બેલેન્સ પણ બતાવે… મને કશુ સમજાયું નહીં. કે એક જ નંબરનાં બે કાર્ડ…!!!

હા, આવું કોઇ દિવસ નહીં બન્યું હોઇ. મેં તો આવો કિસ્સો ક્યારેય નથી જોયો. રાબેતા મુજબ એવું થાય કે જૂનુ સીમ કાર્ડ રાત્રે બંધ થઇ જાય, તે કાર્ડ ઇનએક્ટીવ થઇ જાય અને તેના કોન્ટેક્ટસ તથા બેલેન્સ બધું જતું રહે. પણ મારા કિસ્સામાં એવું કશું થયું નથી. અને અચરજ તો ત્યારે થાય, કે હું મારા જ નંબરમાંથી મને ફોન કરી શકું છું. એટલે કે હું મારા નંબર 94299***** પર થી એના એજ નંબર 94299***** પર કોલ કરી શકું છું. એનાથી પણ ચડિયાતું કે મારા જૂના BSNLના કાર્ડમાંથી કોઇ કોલ ચાલું હોઇ, તો પણ હું !deaના સીમમાં કોલ રીસીવ થઇ શકે છે. હવે એક ટ્રાય કરવાની બાકી છે…? બોલો કઇ…? બેલેન્સ પુરાવવાની… હું મારા આ નંબર પર રીચાર્જ કરું તો ક્યા સીમમાં બેલેન્સ આવશે…?

મને લાગે કે કદાચ બન્નેમાં…જે ઓપરેટર સીલેક્ટ કરી, રીચાર્જ કરીશ, તેમાં રીચાર્જ થઇ શકશે. આવતી કાલે એ પણ પ્રયત્ન કરી જોઇશ. અહીં કદાચ એવું બન્યું હોય કે BSNLમાંથી મારો જૂનો નંબર બંધ કરવાનો રહી ગયો હોય. એમ પણ બને… જે હોય તે, પણ મારું બેલેન્સ પુરુ ન થાય ત્યાં સુધી BSNLનું જૂનુ સીમ મોબાઇલની બહાર નથી કાઢવું… પછી એ પણ પ્રયત્ન કરી જોઇશ…

લોહિત ગુજરાતી યુનિકોડ ફોન્ટ | Lohit Gujarati Unicode Font

આજે થોડુ મારા ફિલ્ડ, ગમતા વિષયની થોડી વાતો…

ઇન્ટરનેટની દુનિયામાં જો સૌ પ્રથમ જો કોઇ મુશ્કેલી હોય, તો તે ફોન્ટની હતી. જોકે મારે હવે ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ બ્લોગ વાંચી રહ્યા છુઓ, ત્યારે એટલું તો ચોક્કસ કહી શકુ કે ઇન્ટરનેટમાં તમે માહેર છો, ફોન્ટ વિષે જાણો છો…

ફોન્ટ ઇસ્યુ એટલા માટે હતો કે પહેલા નોન-યુનિકોડ ફોન્ટ્સ વપરાતા. જે વાપરવા બહુ સહેલા હતા. પરંતુ ઇન્ટરનેટનો વ્યાપ વધતાં આવા ફોન્ટ બિનજરૂરી સાબીત થયા. કારણ કે તે ફોન્ટ આમ જૂઓ તો બધાને રમાડતા હોય તેમ જ લાગે !! જેમ કે ફોન્ટ LMG Arun અહીં તમે ‘A’ લખો ત્યારે તમને ‘બ’ દેખાય. હું મારા શબ્દને બેવડાવું છું…’દેખાય’ નહીં કે ‘લખાય’… એ માત્ર દેખવા પુરતો જ ગુજરાતીનો ‘બ’ છે, વાસ્તવમાં તો ‘A’ જ છે. આથી જ્યારે તે પોતાનું સ્થાન બીજે ક્યાંય છોડે અથવા તો બીજે ક્યાંય લઇ જવામાં આવે ત્યારે પોતે પોતાના મુળ સ્વરૂપમાં જ આવી જશે…! મને ખ્યાલ છે જ્યારે મેં મારો શરૂઆતનો બ્લોગ લખ્યો ત્યારે આજ મેથડથી લખેલો. અને મારા PCમાં તો બરાબર જ દેખાય કારણ કે તે LMG ફોન્ટ મારા કમ્પ્યુટરમાં તો ઇન્ટોલ હતા જ. પરંતુ મારા એમ મિત્રએ મને કહ્યું કે કઇ ભાષામાં તે લખ્યું છે? ત્યારે ખ્યાલ આવ્યો કે આતો મારા એકના જ કમ્પ્યુટરમાં બરાબર દેખાય છે. ત્યારે નક્કી કર્યું કે હવે આનો વિકલ્પ કઇ હોવો જ જોઇએ. અને ત્યારે હું પરિચયમાં આવ્યો યુનિકોડ શબ્દ થી. ત્યાર પછી તો મેં યુનિકોડમાં જ ટાઇપ કરતો અને બ્લોગિંગની શરૂઆત થઇ.

ત્યારબાદ યુનિકોડ ફોન્ટમાં પણ ગુજરાતી ભાષામાં ઘણા બધા ફોન્ટ્સ જોયા. ઘણાયે તો હજૂ સુધી ડીફોલ્ટ ફોન્ટ Shruti સિવાય બીજા કોઇ ફોન્ટ જોયા પણ નહીં હોય. બીજા ફોન્ટમાં સીધુ નામ આવે Arial Unicode MS. આ ફોન્ટ મને ગમ્યાં. પણ જ્યારે એનો ઉપયોગ કરવા લાગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તે તો ‘દ્વારકા’ શબ્દને ‘દ ્ વારકા’ જેમ બતાવે છે. આ તો ન પોસાય. પછી બીજા ફોન્ટની સર્ચમાં હતો. બીજા ઘણા બધા મળ્યા. લેઆઉટ્સ પણ સરસ. પણ મુશ્કેલી એક જ હતી. આ બધા ફોન્ટ્સ Open Type – Open Source નહોતા. બધા કોઇની માલિકીના હતા. મારે એક એવા ફોન્ટ્સની જરૂરીયાત હતી કે જે કોઇ પણ પ્રકારની કોઇરાઇટ વિના હોય અને ઓપન સોર્સ હોય. જેથી કરીને હું પણ તેમાં ભાગ લઇ શકું. આમ કરતાં કરતાં એક ફોન્ટ ધ્યાનમાં આવ્યા – “Lohit Gujarati”. હા, લોહિત ગુજરાતી. આ ફોન્ટ મુળ તો Fedore માં વપરાય છે. આમ છતાં Open Source હોવાના કારણે તે TTF, OTF, WebFont તરીકે ઉપલબ્ધની લીધે બહુ પ્રચલિત થઇ રહ્યા છે. મેં આ ફોન્ટનો યુઝ કરવાનું નક્કી કર્યું. શરૂઆત કચેરીના કાગળોથી કરી. નક્કી કર્યું કે હવેથી મારી શાખાના દરેક કાગળો માત્ર લોહિત ગુજરાતી ફોન્ટમાંથી જ લખાશે. અને થયું પણ ખરુ. ધીરે ધીરે આ ફોન્ટ બીજા બધાને પણ પસંદ આવવા લાગ્યા, અને હવે મારી કચેરીના દરેક કાગળ Lohit Guajratiમાં જ લખાય છે. પહેલાં તો મેં એવું નક્કી કરાવ્યું કે Font કરતાં Unicode મહત્વનું છે. કારણ કે જો આપણો ડેટા યુનિકોડમાં હશે તો, તે ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થશે. આ ફોન્ટ વાપરતાં એક ખામી જણાયઇ. મેં જોયું કે Lohit Gujaratiમાં ‘ધ’ અને ‘ઘ’ બન્ને સરખા જ દેખાય છે. જો કે જે લોકો પહેલેથી LMG વિગેરે વાપરતાં એને કશો ફેર ન પડતો કેમકે એ લોકોને ધ-ઘ, પ-૫ (પાંચ), ર-૨ (બે) બધુ સરખુ જ લાગતું. પરંતુ મને એ ગમ્યું નહીં. અને એમ થયું હું ફોન્ટ વાપરુ છુ, તો અને ઓપન સોર્સ છે, પોતે કમે મોડીફાઇ ન કરી શકું. ઇન્ટરનેટ પર સર્ફીંગ કર્યું. અને FontForgeની મદદથી ધ, અને ઘ ને અલગ કર્યા. બન્નેનો લે-આઉટ બદલાવ્યો. અને ત્યારબાદ મારી કચેરીના બધા કમ્પ્યુટરમાં એ ફોન્ટ અપડેટ કરી દીધા. પણ આ તો મારા પુરતો જ સુધારો હતો. એમ થયું કે બીજા બધા Lohit Gujarati વાપરતાં હશે તેનુ શું? મેં Lohit Gujarati ફોન્ટના ડેવલપર પ્રવિણભાઇ સાતપુતેનો સંપર્ક કર્યો અને BugZillaમાં આ અંગેની Bug દાખલ કરી. થોડાક દિવસો પછી મને ઇ-મેઇલ આવ્યો, જેમાં પ્રવિણભાઇ કહ્યું કે આ બગ સોલ્વ કરવમાં આવી છે. ત્યારબાદ મેં ઘણી વખત બીજી કેટલીક બગ નોંધાવી અને સોલ્વ થઇ.

હવે મુદ્દાની વાત. આ બ્લોગ લખવાનું મુળ કારણ… Lohit Gujarati ફોન્ટ હું એક જ વાપરું છું તેવું નથી. Fedore systemમાં તો તે આવે જ છે. હવેના Android ફોનમાં પણ default ગુજરાતી ફોન્ટ તરીકે Lohit Gujarati પ્રી-ઇન્ટોલ્ડ આવે છે. અને મને વધારે ખુશ ત્યારે થઇ, જ્યારે મહેસૂલ વિભાગમાંથી કેટલાક પત્રો, પરિપત્રોમાં Lohit Gujarati ફોન્ટમાં આવ્યા. આ વાત મને બહુ ગમી. કારણ કે લોહિત ગુજરાતી ફોન્ટનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. આ કોઇ માર્કેટીંગ નથી. પરંતુ જ્યારે આ બાબત મેં ફોન્ટના ડેવલપર પ્રવિણભાઇને કહી ત્યારે તે બહું રાજી થયા. અને કેમ ન થાય, પોતે ડેવલપ કરેલા ફોન્ટ ગુજરાત સરકારની કચેરીઓ, મહત્વનું ખાતું – મહેસૂલ વિભાગમાં જ્યારે વપરાતાં હોય તે તેના માટે ગર્વની વાત છે. મને પણ, કારણ કે હું આ લોહિત ગુજરાતી ફોન્ટમાં મહત્વના ફેરફાર લાવ્યો છું.

Project Lohit Gujarati:

RoR @ Internet | ગામ નમૂના નં.૭ હવે ગમે ત્યાંથી

ઇ-ધરા વિશે આ પોસ્ટની પહેલાં પણ એક પોસ્ટ “ઇ-ધરા: એક સફળ પહેલ”  લખેલ. આજે ફરીથી ઇ-ધરા વિશે લખવા જઇ રહ્યો છું.

RoR @ Web

સરકારશ્રી દ્વારા ગામ નમૂના નં.૭ (VF7) એટલે જમીનનો આધાર હવે કમ્પ્યુટરની એક ક્લિકે જોઇ શકાશે. Web Link: http://anyror.gujarat.gov.in જોઇએ ઇતિહાસ:

શરૂઆત:

પહેલાં ખાતેદારે પોતાના જમીનના આધારો – ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, ૧૨ના ઉતારા લેવા માટે જેતે મામલતદાર કચેરી ખાતે જવું પડતું. ત્યારબાદ તેનો ઉકેલ લાવવા સરકાર દ્વારા એક બહુ જ ઉપયોગી સેવા કે જેનાથી જમીનનું મહેસૂલી રેકર્ડ જેતે ગામે જ ખેડુતને મળી રહે, તેને માટે ઇ-ગ્રામ અંતર્ગત જાન્યૂઆરી ૨૦૦૬માં RoR@Village પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. RoR@Village અંતર્ગત જેતે ગામે જ ખાતેદાર પોતાની જમીનનારેકર્ડની ઓથોરાઇઝ્ડ નકલ પ્રાપ્ત કરી શકે. અહીં ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, તથા ૧૨ ચારેય નમૂનાઓની નકલો મળી શકે છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટ ૧૬૬ તાલુકાઓના ૨૨૭૯ ગામોમાં શરૂ કરાયો, ત્યારબાદ આજે લગભગ ગુજરાતના તમામા ગામોમાં કે જ્યાં ગ્રામપંચાયત છે, ત્યાંના ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે સક્રીય છે. બીજી એક સફળતાની વાત કે RoR@Villageને ઉત્તમ સેવા પહોંચાડવાની શ્રેણીમાં Microsoft Award પણ મળેલ છે. આ પ્રોજેક્ટ દ્વારા ખાતેદારને પોતાના તાલુકામાં જવું પડતું નહીં, અને માત્ર ગામમાં આવેલ પોતાના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે જઇ, ગામ નમૂના નં.૬, ૭, ૮-અ, કે ૧૨ની નકલ મેળવી શકતો. આમ, છતાં ટેક્નોસેવી લોકોને આવું ગમે ખરૂ?

આજે:

હું ઘણા સમયથી વિચાર કરતો કે બીજા રાજ્યોમાં આપણી પહેલાં ગામ નમૂનાઓ ઓનલાઇન છે. હું ક્યારેક ફ્રી હોંઉ, ત્યારે બીજા રાજ્યોની મહેસૂલી/જમીન રેકર્ડની વેબસાઇટો સર્ફ કરતો. ત્યારે જાણવા મળતું કે ગુજરાત કરતાં પણ કેટલાક રાજ્યો આ બાબતમાં આગળ છે. ત્યારે મને થતું કે આપણે ત્યાં તો છેક ૨૦૦૫થી જમીનનું મહેસૂલી રેકર્ડ ઓનલાઇન છે, તો પછી હવે તેને ઇન્ટરનેટ પર પબ્લીક રેકર્ડ તરીકે કેમ મુકી ન શકાય? પરંતુ હું એવું વિચારીને મારા મનને મનાવી લેતો કે સેક્યુરીટી રિઝન હોઇ શકે કે પછી સર્વર પર ખોટો લોડ ન પડે એટલા માટે રેકર્ડ ઓનલાઇન નથી કર્યું. પરંતુ મારી એ મહત્વાકાંક્ષા પૂર્ણ થઇ ગઇ. શરૂઆતમાં સરકાર દ્વારા એક સમિતી રચવામાં આવી, જેમાં NIC, GIL, SMC, મહેસૂલ વિભાગ મળી વિચારણા કરવામાં આવી કે મહેસૂલી રેકર્ડને ઇન્ટરનેટ પર મુકવા શું કરવું જોઇએ. બધાના અભિપ્રાયો લીધા, અને નક્કી કરવામાં આવ્યુ કે ગુજરાતના કોઇપણ ખુણેથી કોઇ પણ ગામનું મહેસૂલી રેકર્ડ ઉપલબ્ધ થવું જોઇએ. આના માટે શરૂઆતમાં RoR@Villageમાં ફેરફાર કરવામાં આવ્યો. હવેથી ઇ-ગ્રામ ખાતે કોઇ પણ જિલ્લાના કોઇ પણ તાલુકાના કોઇ પણ ગામનો ગામ નમૂના નં.૭ નિકળી શકે. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતેથી અપાતા ગામ નમૂનાઓના સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવ્યો. અને છેલ્લે ગઇ કાલે RoR@Villageને પબ્લીક વેબસાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યુ. RoR@Village હવે RoR @ Internet થઇ રહ્યું છે. ફક્ત બ્રાઉઝરમાં http://anyror.gujarat.gov.in બ્રાઉઝ કરતાં તમારો જિલ્લો -> તાલુકો -> ગામ -> સર્વે નંબર સીલેક્ટ કરો અને ગામ નમૂના નં.૭નો પ્રીવ્યુ જૂઓ. આજે ફરી અપડેટ થયું છે, કેપ્ચા કૉડ પણ એનેબલ કરવામાં આવ્યો છે. જેથી સેક્યુરીટી વધારો થયો.

હજૂ ઘણા બધા ફેરફારો થતાં રહેશે. ટેક્નોલોજીનો જમાનો છે, બધુ ઓનલાઇન થઇ રહ્યું છે. મેં આની પહેલાં પણ મારો વિચાર રજૂ કરેલ કે આ રેકર્ડ ઓનલાઇન થવું જોઇએ, અરે મે તો SMS સુધીનો વિચાર કરી લીધો છે, બોસ. Just type your KHATA Number and get your Village Form details in your mobile…. થશે, થશે, શાંતિ રાખો… બધુ થશે. સારૂ ત્યારે, ચાલો ઓફિસે જવું છે, કારણ કે આપણે ત્યાં હજૂ e-Office સિસ્ટમ નથી ને!!!