Archive for the ‘Narsing Mehta Award’ Category

નરસિંહ મહેતા એવોર્ડ – 2014

“નરસિંહ મહેતા એવોર્ડ 2014 – અર્પણ સમારોહ”

આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ,જુનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને અપાતો પ્રતિવર્ષ અપાતો ગૌરવપ્રદ,વીસમો એવોર્ડ સુપ્રસિદ્ધ કવિશ્રી હરીશ મીનાશ્રુને એનાયત થશે.
ગુજરાતના સાક્ષરો અને કવિતા પ્રેમીઓની ઉપસ્થિતિમાં કવિની વંદના કરી, ₹ 151000/-ની રાશી સાથે,નરસિંહ મહેતાની પ્રતિમા સાથેનો એવોર્ડ પરમ પ્રિય મોરારીબાપુના હસ્તે અર્પણ થશે.
આ અવસરે સાહિત્યકાર રાજેશ પંડ્યા વિશેષ વક્તવ્ય આપશે અને સર્વશ્રી રઘુવીર ચૌધરી અને લાભશંકર પુરોહિત પ્રસંગોચિત ઉદબોધન કરશે.
સ્વર પ્રતિભા પીયુષ દવે અને બિહાગ જોશી નરસિંહ અને હરીશ મિનાશ્રુની રચનાઓનું ગાન કરશે.
નુપુર બુચનું કલાવૃંદ અને રૂપાયતન બાલ ભવનના બાળકો નૃત્ય વંદના કરશે.
કવિ હરીશ મીનાશ્રુ સ્વરચિત કાવ્ય પાઠ કરશે અને મોરારીબાપુ પ્રાસંગિક પ્રસન્નતા અને આશીર્વચન પાઠવશે.

મોરારીબાપુની પાવક અને પ્રેરક ઉપસ્થિતિમાં,રૂપાયતન – જુનાગઢના નીસર્ગરમ્ય પરિસરમાં,શીતલ સાંજે અને રૂપેરી ચાંદનીની સાક્ષીએ યોજાતા આ ભવ્ય અને ગૌરવશાળી અવસરમાં આપ સહુ સાદર નિમંત્રિત છો…

તારીખ:8મી ઓક્ટોબર,2014.. સાંજે 5:30…
સ્થળ:રૂપાયતન, ગિરી તળેટી, ભવનાથ,જુનાગઢ.

નરસિંહ મહેતા એવોર્ડ – ૨૦૧૩

નરસિંહ મહેતા એવોર્ડ – ૨૦૧૩

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ, જૂનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને તેનાં સમગ્ર કવિતા-સર્જનને લક્ષમાં લઇને પ્રતિવર્ષ આપતો ગુજરાતી કવિતાનો સૌથી વધુ ગૌરવપ્રદ,

અઢારમો “નરસિંહ મહેતા એવોર્ડ” સુપ્રસિદ્ધ કવિશ્રી નલિન રાવળને

તેમજ

ઓગણીસમો “નરસિંહ મહેતા એવોર્ડ” સુપ્રસિદ્ધ કવિશ્રી હરિકૃષ્ણ પાઠકને એનાયત થશે.

ગુજરાતના સાક્ષરો, વિદ્વજનોની ઉપસ્થિતિમાં આ બન્ને કવિઓનું સન્માન કરી, બન્ને કવિઓને પુરા ₹ ૧,૫૧,૦૦૦/-, ₹ ૧,૫૧,૦૦૦/-ના રાશિ સાથે, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમાના સ્મૃતિચિહ્ન સાથે ૨૦૧૩ના “નરસિંહ મહેતા એવોર્ડ” અર્પણ થશે.

આ અવસરે કવિશ્રી નલિન રાવળ તથા કવિશ્રી હરિકૃષ્ણ પાઠક દ્વારા કાવ્યપાઠ, નરસિંહ મહેતાનાં પદ તથા બન્ને કવિઓની રચનાનીં રચનાઓનું ગાન પ્રસ્તુત થશે.

ગુજરાતી સાહિત્યના આ ગૌરવંતા પ્રસંગે આપને, સહુ રસિકજનો સંગાથે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

સ્નેહાધીન

હર્ષદ ચંદારણા

મેનેજિંગ ટ્રસ્ટી

આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ

“આંખની શી રીતભાત? પલમાં એવા લાડ લડાવે,

નજરની ફુલ હળવી એવી થપકી મારી મનને મારા શુંય હુલાવે.”

–     નલિન રાવળ

“નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો, એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,

કરચલીએ કરમાયાં કાયાના હીર, તોય ફુલ જેમ ખૂલ્યું છે મન.”

–     હરિકૃષ્ણ પાઠક

એવોર્ડ-અપર્ણ

પૂજ્ય મોરારીબાપુ

કાવ્ય-પઠન

શ્રી નલિન રાવળ

હરિકૃષ્ણ પાઠક

વિશેષ વક્તવ્ય

શ્રી ચન્દ્રકાંત શેઠ

સન્નિધિ

શ્રી રઘુવીર ચૌધરી

શ્રી લાભશંકર પુરોહિત

સ્વર-પ્રતિભા

શ્રી હરિશ્ચન્દ્ર જોશી

શ્રી વિપુલ ત્રિવેદી

શ્રી વ્યોમ માંકડ

ઉદ્ઘોષણા

શ્રીમતી સુનીતા સંજય ચૌધરી

ગિરનાર-ગરિમા

શ્રી નૂપુર-ગુચ્છ

આજની ઘડી રળીયામણી: ગરબો

રૂપાયતન બાલભવન, જૂનાગઢની બાળાઓ

સમારોહ

શરદ-પૂર્ણિમા, ૧૮ ઓક્ટોબર, ૨૦૧૩ – શુક્રવાર,સાંજે ૫:૩૦

સ્થળ: રૂપાયતન પરિસર, ગિરનાર તળેટી, જૂનગાઢ.

ફોન: ૦૨૮૫-૨૬૨૭૫૭૩

વેબ: http://rupayatan.com

આ સમારોહનું જીવંત પ્રસારણ http://www.moraribapu.org પર જોઇ શકાશે તથા આસ્થાચેનલ પર પછીથી પ્રસારણ થશે.


આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ,

૧૦૧, અમૃત પેલેસ, સર્કીક હાઉસ પાસે, જૂનાગઢ. ફોન નં: ૦૨૮૫-૨૬૫૧૪૯૭

નરસિંહ મહેતા એવોર્ડ 2012 અને મનોજપર્વ 6 – મોકુફ

આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા

નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 નો કાર્યક્રમ હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. નરસિંહ મહેતા એવોર્ડ 2012 તથા મનોજપર્વ 6 બન્ને કાર્યક્રમ હવે પછીની પુનમ એટલે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે તા.28/11/2012ના રોજ કૈલાશ ગુરુકુળ ખાતે યોજાશે.