About

રૂપાયતન એ ભવનાથ, જૂનાગઢમાં આવેલ એક ટ્રષ્ટ છે. રૂપાયતન ટ્રષ્ટની સ્થાપના આરઝી હકૂમતનાં સરસેના પતી શ્રી રતુભાઇ અદાણી એ કરી હતી. રૂપાયતન આશ્રમશાળા એ રૂપાયતનની મુખ્ય પ્રવૃતી છે. રૂપાયતન આશ્રમશાળામાં બાળકોને રહેવા – ભણવા – તથા – જમવાની સુવિધા તદ્દન મુફ્ત આપવામાં આવે છે. આ આશ્રમશાળા ગ્રાન્ટેડ શાળા છે.

રૂપાયતન સંપુર્ણ કુદરતી પર્યાવરણ વચ્ચે આવેલ છે. રૂપયાતનની ચારે બાજુ ગીરનારની પર્વતમાળા આવેલી છે. રૂપાયતન દ્વારા બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ પુરુ પાડે છે. રૂપાયતન માત્ર શિક્ષણ ક્ષેત્ર સાથે જ જોડાયેલ નથી, બલ્કે અહીં ઘણી બધી બીજી સામાજીક પ્રવૃતીઓ કરવામાં આવે છે. રૂપાયતનમાં સાહિત્ય, બાલ બભવ, શિક્ષણ વગેરેને લગતાં કાર્યક્રમો ગોઠવવામાં આવે છે.

દિવ્યસેતુઃ
અહીં રૂપાયતનમાં દિવ્યસેતું આવેલ છે. જેના પર ચડતાં ગીરનાર પર્વતની આખી શૃખંલા નજર આવે છે. આ સ્થાન (દિવ્યસેતુ) માટે કવિશ્રી રાજેન્દ્ર શુક્લએ “દત્ત થી દાતાર લગ” નામની ગઝલ સમર્પીત કરી છે.

મકરન્દ દવે ગ્રંથાલયઃ
રૂપાયતન ખાતે એક મોટુ ગ્રંથાલય આવેલ છે. મકરન્દ દવે ગ્રંથાલય નામનાં આ પુસ્તકાલયમાં લગભગ બધા વિષયોને આવરી લેતાં પુસ્તકો છે.

નરસિંહ મેહતા એવોર્ડઃ
છેલ્લા કેટલાક વર્ષોથી નરસિંહ મહેતા એવોર્ડ પૂ. મોરારી બાપુના આશીર્વાદથી રૂપાયતન ખાતે આપવામાં આવે છે. નરસિંહ મેહતા સાહિત્ય નીધી અને રૂપાયતનના યજમાન પદે યોજાનાર આ કાર્યક્રમ સરદ પુનમનાં દિવસે રાખવામાં આવે છે.

8 responses to this post.

  1. I am very happy to see such a good initiative. An education with culture and literature.

    Just one opinion – Rupayatan is easily accessible by those who resides in Gujarat. However, there are myriad number of Gujaratis living around the world, whose next generation needs such kind of cultural food. If possible, you can upload videos and audios as podcasts/ vidcasts to the blog, which would be having essence of spiritual awareness and wisdom of life. In other words, make Rupayatan’s local activities globally using today’s technology.

    Thank you.

    જવાબ આપો

  2. રુપાયતનની પ્રવૃતિ જાણી આનંદ થયો ! આ પ્રવૃતિ આવનારા દિવસોમાં વધુ અને વધુ ફાલે ફુલે તેવી શુભકામનાઓ સાથે
    સ-સ્નેહ
    અરવિંદ

    જવાબ આપો

  3. હું ભૂલતો ન હોઉં તો રૂપાયતનના સામયિકે સૌથી પ્રથમ ગિરનારના ડુંગરની પ્રથમ ટૂંકનું ચિત્ર છાપીને એમાં દેખાતા ટાગોર સૌને બતાવ્યા હતા!

    હું શાપુર લોકશાળામાં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી હતો.

    સરસ બ્લોગ.

    જવાબ આપો

  4. બ્લોગની સુંદર સજાવટ કરેલ છે.

    બ્લોગની મુલાકાતથી ખુબ જ આનંદ થયો

    જવાબ આપો

  5. સાહિત્ય અને કલા નો પ્રાણ છે તમારો,નિખાલસતા સ્વભાવ તમારો…..ખુબ ખુબ અભિનંદન …..લિટલ માસ્ટર …….

    જવાબ આપો

  6. Great blog right here! Also your web site so much
    up fast! What host are you the usage of? Can I get your associate hyperlink in your host?
    I wish my web site loaded up as quickly as yours lol

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો