Posts Tagged ‘Junagadh’

ગુજરાતી સાહિત્ય પરીષદ – ૪૬મું અધિવેશન ૨૦૧૧

ગુજરાતી સાહિત્ય પરીષદ
૪૬મું અધિવેશન ૨૦૧૧

યજમાન: રૂપાયતન – જૂનાગઢ

શુકનવંતુ શબ્દ પર્વ: ૨૨-૨૫ ડિસેમ્બર – ૨૦૧૧

સ્થળ: રૂપાયતન પરિસર, ગિરી તળેટી, ભવનાથ, જૂનાગઢ.

નિમંત્રક:

ભગવતીકુમાર શર્મા – પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરીષદ
રાજેન્દ્ર પટેલ – મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરીષદ

પ્રફુલ્લ નાણાવટી – પ્રમુખ, રૂપાયતન
હેમંત નાણાવટી – કાર્યાધ્યક્ષ, રૂપાયતન

ઝાલર ટાણે… અમારૂં ઇજન…
મહાત્મા ગાંધીજીનું સત્ય અને મહર્ષિ ટાગોરનું સૌન્દર્ય, આ બંનેનો સમન્વય એટલે જ “સાંસ્કૃતિક સમન્વય ઝંખતું…રૂપાયતન”

રૂપાયતન સંસ્થા તેની યાત્રાના ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશે છે. ષષ્ટિપૂર્તિ એ આ યાત્રાનો મંગલ પડાવ છે. આપણા સહુ માટે આ અનેરું પર્વ છે.

આ પર્વ પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૬મું અધિવેશન જૂનાગઢી ભૂમિ ઉપર, રૂપાયતનના નિસર્ગરમ્ય પરિસરમાં યોજાઇ રહ્યું છે તેની પૂર્વ સંધ્યાએ રૂપાયતન પરિવારે એક વિશિષ્ટ સાંકૃતિક ઉપક્રમનું આયોજન કરેલ છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ – ૪૬મું અધિવેશન
ગુજરાતી સાહિત્ય પરિષદનાં ૪૬માં અધિવેશનનું આયોજન રૂપાયતન, જૂનાગઢનાં યજમાનપદે, રૂપાયતનનાં રૂપાળા પરિસરમાં તા. ૨૨-૨૩-૨૪-૨૫ ડિસેમ્બર, ૨૦૧૧ નાં રોજ કરવામાં આવ્યું છે. આ અધિવેશનનું અધ્યક્ષ સ્થાન સુવિખ્યાત સાહિત્યકાર અને સર્જક શ્રી ભોળાભાઇ પટેલ શોભાવશે તેમજ ઓડિયા ભાષાનાં સુપ્રસિધ્ધ સર્જક શ્રી મનોજ દાસ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ અધિવેશનનો શુભારંભ સમારોહ ૨૩મી ડિસેમ્બર, ૨૦૧૧નાં રોજ સવારે ૯-૦૦ કલાકે યોજેલ છે.

આ ગૌરવવંતા અવસરે સોરઠની સર્જન પરંપરાને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલી સ્મારિકા “જાજવલ્યમાન જૂનાગઢ”નું લોકાર્પણ થશે અને સોરઠની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરવાતું પ્રદર્શન ખૂલ્લું મુકાશે.

અધિવેશનની નિયત બેઠકોમાં સાહિત્ય વિશેની વિચારણા વિવિધ વક્તાઓ દ્વારા કરવામાં આવશે, રાત્રિ બેઠકોમાં કાવ્ય સંગતી, સુગમ સંગીત અને નાટક જેવી સાંસ્કૃતિક કલાઓ પ્રસ્તુત થશે.

તળેટી સમિપે…હજુ કરતાલ વાગ્યા કરે છે…
રૂપાયતનની ષષ્ટિપૂર્તિ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૬માં અધિવેશનની પૂર્વ સંધ્યાને વધાવવાનો અવસર…

પ્યારા બાપુ

ગાંધીજી અને ગુરુદેવની જીવન સાધનાનું અનુશિલન કરતા માસિકનું પાંચ દાયકા બાદ રૂપાયતન ‘ષષ્ટિપૂર્તિ સ્મૃતિ વિશેષાંક’નું લોકાર્પણ.

લોકાર્પણ: શ્રી નીલાબેન નવીનભાઇ ગાંધી (રૂપાયતનના આદ્ય સ્થાપક)

અધ્યક્ષ:શ્રી નારાયણ દેસાઇ (ગાંધી કથાના જનક)

અતિથી વિશેષ: શ્રી પરિમલ નથવાણી (સાંસદ-ગૃપ પ્રેસીડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
શ્રી નિતીન શુક્લ (એમ.ડી.-સી.ઇ.ઓ., હજીરા એલ.જી. એન્ડ પોર્ટ કંપનીઝ)
શ્રી હર્ષદ તિવેદી (મહામાત્ર – ગુજરાતી સાહિત્ય પરિષદ)

પ્રેમાશિષ: પૂ. મોરારી બાપુ

ગિરીવંદના: ગરવા ગિરનારની સેતુબંધ અલૌકિક છાયામાં…

સ્વરનિયોજન: આશિત દેસાઇ – આલાપ દેસાઇ

સ્વરાભિષક: આશિત દેસાઇ- હેમાંગીની દેસાઇ – આલાપ દેસાઇ

હસમુખ પાટડીયા – કલ્યાણી કૌઠાળકરના સ્વર સંગાથે

મયુર દવેનાં સંગીત સંચાલનમાં ગુજરાતી કવિતાનો સ્વરાભિષેક.

પરિકલ્પના: સલીલ મહેતા
આસ્વાદ: હેમંત નાણાવટી
(તા. ૨૨-૧૨-૨૦૧૧ સાંજના ૬-૦૦ થી ૮-૩૦)

કાવ્ય –  સંગીત આસ્વાદ
પ્રસ્તુતિ: અમર ભટ્ટ – ગાર્ગી વોરા – વિરાજ અમર

સંચાલન: માધવ રામાનુજ
(તા. ૨૩-૧૧-૨૦૧૧ રાત્રીના ૮-૩૦ કલાકે)

અપૂર્વ અવસર
કલાકારો: ધર્મેન્દ્ર ગોહિલ – પુલકિત સોલંકી – પ્રતિક ગાંધી
નાટ્યાલેખન: રાજુ દવે – મનોજ શાહ
સંગીત: સુરેશ જોષી
સ્વર: ઉદય મજમુદાર – સુરેશ જોષી
પ્રકાશ: ભૌતેશ વ્યાસ
રંગભુષા: સુભાષ આશર
ધ્વનિ: પ્રિતેશ સોઢા
વેશભુષા: રાજીવ ભટ્ટ – રીંકુ પટેલ – રચના પકાઇ
રંગમંચ વ્યવસ્થા: જનમ શાહ
(તા. ૨૪-૧૨-૨૦૧૧ રાત્રીના ૮-૩૦ કલાકે)

કાર્યક્રમ
તા. ૨૨-૧૨-૨૦૧૧ ગુરૂવાર સાંજે ૬-૦૦ થી ૮-૩૦
ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનની પૂર્વ સંધ્યાએ ”ઝાલર ટાણે” અતંર્ગત રૂપાયતનની ‘ષષ્ટપૂર્તી’ પર્વની ઉજવણી – પ્યારાબાપુ સામાયિકના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ અને ગુજરાતી કવિતાનો સ્વરાભિષેક “તળેટી સમિપે…હજુ કરતાલ વાગ્યા કરે છે…”ની સાંગીતિક પ્રસ્તુતિ…

તા. ૨૩-૧૨-૨૦૧૧ શુ્ક્રવાર સવારે ૯-૦૦ થી ૧૨-૩૦
સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન: શ્રી રઘુવીર ચૌધરી
સામૈયું: સારસ્વતો, સર્જકોના આગમન સમયે મીનરાજ શૈક્ષણીક સંકુલથી રૂપાયતન પરિસર.

બેઠક પહેલી
ઉદ્ઘાટન સમારોહ
સ્વાગત વધામણા
માતૃભાષા વંદનાગાન, દિપ પ્રાગટ્ય
સ્વાગત મંત્રીનું ઉદ્ભોદન: શ્રી હેમંત નાણાવટી
સ્વાગત પ્રમુખનું ઉદ્બોદન: શ્રી પ્રફુલ્લચંન્દ્ર નાણાવટી
મહેમાનોનું સ્વાગત: યજમાન સંસ્થાના દ્વારા
પરિષદ મંત્રીનો વાર્ષિક અહેવાલ: શ્રી રાજેન્દ્ર પટેલ
નિવૃત થતા પ્રમુખશ્રીનું વક્તવ્ય: શ્રી ભગવતીકુમાર શર્મા
કાર્યભારની સોંપણી: શ્રી ભોળાભાઇ પટેલ
પ્રમુખશ્રીનો પરિચય: શ્રી રઘુવીર ચૌધરી
પ્રમુખશ્રીનું વક્તવ્ય: શ્રી ભોળાભાઇ પટેલ
અતિથિ વિશેષશ્રીનો પરિચય: શ્રી રાજેન્દ્ર પટેલ
અતિથિ વિશેષશ્રીનું વક્તવ્ય: શ્રી મનોજ દાસ
પ્રાસંગિક: અનિલા દલાલ, શ્રી નરોત્તમ પલાણ
સમાપન વક્તવ્ય: શ્રી મોરારી બાપુ
આભાર દર્શન: શ્રી નિરૂપમ નાણાવટી
સંચાલન: શ્રી રમેશ મહેતા

બેઠક બીજી
તા. ૨૩-૧૨-૨૦૧૧ શુક્રવાર બપોરે ૨-૩૦ થી ૫-૩૦
સર્જન વિભાગ: સાહિત્ય સ્વરૂપ – ટુંકી વાર્તા
વિભાગીય અધ્યક્ષ: શ્રી કિરીટ દૂધાત
સર્જક વક્તાઓ: શ્રી સુવર્ણાબેન, શ્રી મોહન પરમાર, શ્રી કાનજી પટેલ
સંચાલન: શ્રી વર્ષા અડાલજા

ત્રીજી બેઠક
તા. ૨૩-૧૨-૨૦૧૧ શુક્રવાર રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦
કાવ્ય – સંગીત આસ્વાદ
વિભાગીય અધ્યક્ષ: શ્રી અમર ભટ્ટ
સંચાલન: શ્રી માધવ રામાનુજ
પ્રસ્તુતિ: અમર ભટ્ટ, ગાર્ગી વોરા અને વિરાજ અમર

બેઠક ચોથી
તા. ૨૪-૧૨-૨૦૧૧ શનિવાર સવારે ૯-૦૦ થી ૧૨-૩૦
વિવેચન – સંશોધન વિભાગ
વિભાગીય અધ્યક્ષ: શ્રી દિપક મહેતા
વક્તાઓ: શ્રી રવિન્દ્ર પારેખ, શ્રી જયેશ ભોગાયતા, શ્રી કિશોર વ્યાસ
સંચાલન: શ્રી પ્રફુલ્લ રાવલ

બેઠક પાંચમી
તા. ૨૪-૧૨-૨૦૧૧ શનિવાર બપોરે ૩-૦૦ થી ૬-૦૦
પરિસંવાદ: ભાષાકિય કટોકટી
વિભાગીય અધ્યક્ષ: શ્રી અવધેશકુમાર સીંઘ
ટેક્નોલોજી અને ભાષા: શ્રી રૂપલ મહેતા
શિક્ષણ અને ભાષા: શ્રી રવિન્દ્ર દવે
સંસ્કૃતિ અને ભાષા: શ્રી વિષ્ણુ પંડ્યા
સંચાલન: શ્રી રતિલાલ બોરીસાગર

તા. ૨૪-૧૨-૨૦૧૧ શનિવાર રાત્રીના ૮-૩૦ થી ૧૧-૦૦
સાંસ્કૃતિક કાર્યક્રમ

શ્રીમદ્ રાજચંદ્રના જીવનકવન પર આધારીત નાટ્યાનુભૂતિ
મનોજ શાહ દિગ્દર્શિત
અપૂર્વ અવસર
સંચાલન: શ્રી જનક નાયક

તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવારે સવારે ૮-૦૦ થી ૯-૦૦
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અનેકાર્યવાહક સમિતિની સંયુક્ત બેઠક

બેઠક છઠ્ઠી
તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવાર સવારે ૯-૦૦ થી ૧૧-૩૦
સોરઠની સર્જન બેઠક
વિભાગીય અધ્યક્ષ: શ્રી લાભશંકર પુરોહિત
સોરઠી લોકસાહિત્ય: શ્રી ઉપેન્દ્ર તિવેદી
ચારણી સાહિત્ય, સોરઠી સંત સાહિત્ય: શ્રી નિરંજન રાજ્યગુરુ
સોરઠી અર્વાચીન સાહિત્ય: શ્રી નીતિન વડગામા
સંચાલન: શ્રી હેમંત નાણાવટી

બેઠક સાતમી
તા. ૨૫-૧૨-૨૦૧૧ રવિવાર બપોરે ૧૧-૩૦ થી ૧-૦૦
ગુજરાતી સાહિત્ય પરિષદનું ખુલ્લું અધિવેશન અને સમાપન  બેઠક
ઠરાવો: પ્રતિભાવો અને આભારવિધિ
બપોરનાં ભોજન બાદ અધિવેશનની સમાપ્તિ થશે

વિનમ્રભાવે
અધિવેશનમાં ભાગ લેવા ઇચ્છતા પ્રતિનિધિઓએ ભોજન – ઉતારા શુક્લ ₹ ૨૦૦/- તથા પ્રતિનિધિ શુક્લ ₹ ૧૦૦/- મળી કુલ ₹ ૩૦૦/- ભરવાના રહેશે.

વિદ્યાર્થીઓએ ૫૦% રકમ ભરવાની રહેશે. (અહેવાલ રજુ કરનારને પ્રમાણ પત્ર આપવામાં આવશે)

સ્થાનિક પ્રતિનિધિઓને ઉતારા વ્યવસ્થા આપી શકાશે નહિ.

ભોજન-ઉતારા અને પ્રતિનિધિ શુક્લ તા. ૧૫-૧૨-૨૦૧૧ સુધીમાં રૂપાયતન, જૂનાગઢ ખાતે ભરી દેવાથી વ્યવસ્થા સરળ થશે. ત્યારબાદ સ્વીકારવામાં આવશે નહિ.

દરેક પ્રતિનિધિએ સ્વાગત કક્ષ સ્થળે નોંધણી કરાવવાની રહેશે અને અસલ પહોંચ રજુ કરી જરૂરી સામગ્રી મેળવી લેવા વિનંતી.

ગિરનાર પરિક્રમા 2011

This slideshow requires JavaScript.

કાર્તક સુદ અગિયારસ આવે એટલે ગુજરાત ભરના શ્રદ્ધાળુઓ ગિરનાર પરિક્રમા કરવા ભવનાથ નીકળી પડે છે. બે દિવસ પહેલાં જ ભવનાથ ખાતે પરીક્રમા પુરી થઇ. આમ જુઓ તો પરિક્રમાની શરૂઆત નોમને દિવસેથી જ શરૂ થઇ જાય છે. આ વખતે વન વિભાગ દ્વારા નોમ પહેલાં શ્રદ્ધાળુઓને જંગલમાં પ્રવેશવા દિધા નહોતા. આથી કેટલાંક લોકો કે જેઓ પરિક્રમા કરવા વહેલાં નીકળી ગયા હતા, તેઓએ રૂપાયતનની પાસેની ખુલ્લી જગ્યા – આંબાવાડીયામાં રાતવાસો કરવો પડ્યો હતો.

આ વખતે પરિક્રમા રવિવારના દિવસે હોય, ઘણાં સરકારી કર્મચારીઓએ (મેં પણ) પણ પરિક્રમાનો લાભ લીધો હતો. મારે તો આમેય ઘર બેઠાં પરિક્રમા હોય, કારણ કે ઘર પાસેથી જ લોકો નીકળે. ને વળી પરિક્રમાનું ઉદ્ઘાટન પણ અમારે ત્યાંથી જ – રૂપાયતનનાં પરિક્રમા પ્રવેશદ્વારથી થાય. તા. 06-11-2011 ના રોજ રાત્રે 12 વાગ્યે રૂપાયતન ખાતેથી વન વિભાગ, સાધુ સંતો, કલેક્ટર તથા મનપા દ્વાર પરિક્રમા ખુલ્લી મુકવામાં આવી. જય ગિરનારી, હર હર મહીદેવના નાદ સાથે લોકો નીકળી પડ્યા. અંદાજે 10 લાખ લોકોએ પરિક્રમા પુરી કરી હશે. આ પરિક્રમાના કેટલાંક ફોટોગ્રાફ્સ લીધા છે, તથા વિડીયો પણ રેકોર્ડ કર્યો છે. નાની એેવી ડોક્યુમેન્ટરી કહિ શકાય તેવો પ્રયત્ન કર્યો છે…

નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ – ભાનુપ્રસાદ પંડ્યાને

“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
  પણ કલરવની દુનિયા અમારી!”

આ ગીત ભાગ્યે જ કોઇએ નહિં સાંભળ્યું હોય ! આ ગીતના રચિયતા કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાને નરસિંહ મહેતા એવોર્ડ ૨૦૧૧ પૂ. મોરારી બાપુ દ્વારા એનાયત થશે.

નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાતી સાહિત્યનો અપાતો સૌથી મોટું પુરસ્કાર – એવોર્ડ છે. નરસિંહ મહેતા એવોર્ડમાં સન્માનિત કવિશ્રીને રૂ. ૧,૫૧,૦૦૦/-ની રાશી આપવામાં આવે છે. નરસિંહ મહેતા એવોર્ડ કવિને તેના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ પૂ. મોરારી બાપુનાં હસ્તે આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ એવોર્ડ રૂપાયતન – ગીરનારની ગોદમાં આપવામાં આવે છે. પરંતુ આ વખતે, પૂ. બાપુની કથા સોમનાથ ખાતે હોઇ, આ રૂડા અવસરે જ આ એવોર્ડ આપવાનું રાખેલ છે. આગામી તા. ૦૮-૧૦-૨૦૧૧ થી મોરારી બાપુની રામકથા સોમનાથ ખાતે પત્રકારો દ્વારા યોજાનાર છે. આ કથામાં તા. ૧૧ ના રોજ કવિશ્રી ભાનુપ્રસાદ  પંડ્યાને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર – નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવોઃ

ભાનુપ્રસાદ પંડ્યાઃ


જન્મઃ ૨૪-૦૪-૧૯૩૨
ગામઃ તોરી (અમરેલી)
કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’

અંધ જનનું ગીતઃ


દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!

વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને
તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,

લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઇ ગયા,
જાળવતી નાતા આ સામટી સુગંધ,

સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !