Posts Tagged ‘balbhavan’

કલરવ: બ્રેઇલ લીપી આધારીત ગુજરાતી બાળ સામાયિક

“દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !”

ભાનુપ્રસાદ પંડ્યાની આ પંક્તિ અંધજનો માટે પ્રાર્થનારૂપ બની ચુકી છે. કેટલાય અંધજન મંડળોમાં આ કાવ્યને પ્રાર્થના તરીકે હરરોજ ગાવામાં આવે છે. એક આવી જ સફળ પહેલ, સને ૨૦૦૯માં, રૂપાયતન બાલભવન દ્વારા કરવામાં આવી. અને એ પહેલ એટલે અંધજનો વાંચી શકે તેવી બ્રેઇલ લીપી આધારીત ગુજરાતનું પહેલું બાળ સામાયિક: કલરવ.

કલરવની ટુંકી માહિતી:

પ્રકાર: ત્રીમાસિક બાળ સામયિક

પ્રથમ અંક: જાન્યૂઆરી – ૨૦૦૯

તાજેતરનો અંક: માર્ચ – ૨૦૧૨

સંપાદક: રીનાબેન જસાણી

સહ સંપાદક: હર્ષાબેન વાઘેલા

પ્રકાશક: રૂપાયતન બાલભવન

મુદ્રક: એ.આઇ.સી.બી., બ્રેઇલ ભવન, સેક્ટર – ૫, રોહીણી, દિલ્હી – ૧૧૦ ૦૮૫

પ્રાપ્તિ સ્થાન: રૂપાયતન, ભવનાથ, જૂનાગઢ – ૩૬૨ ૦૦૪

રૂપાયતન બાલ ભવને જાન્યુઆરી, ૨૦૦૯માં ગુજરાતની પ્રથમ બ્રેઇલ બાળ સામાયિક શરૂઆત કરી. કલરવના સંપાદક શ્રી રીનાબેન જસાણી અને સહ સંપાદક શ્રી હર્ષાબેન વાઘેલાના નિ:સ્વાર્થ પ્રયાસોથી આજ સુધી કલરવનો ૧૩મો અંક બહાર પડી ચુક્યો છે. કલરવના સંપાદકશ્રી રીનાબેન જસાણી પોતે અંધ છે. તેમની મદદથી રૂપાયતનના હર્ષાબેન વાઘેલા તથા રૂપાયતન બાલ ભવનને આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી. દર ત્રણ માસે આ સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે. હર્ષાબેન પોતે રૂપાયતનમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ કલરવ માટે વિવિધ બાળ કાવ્યો, વાર્તાઓ તથા અન્ય બાળ સાહિત્ય સંગઠીત કરી, અને તેને સામાયિક બનાવવા દિલ્હી મોકલે છે. દિલ્હી સ્થિત, બ્રેઇલ બભનમાં તેનું મુદ્રણ થાય છે. ત્યારબાદ તેને રૂપાયતન બાલ ભવનને ફરીથી મોકલી દેવામાં આવે છે. આ સામાયિક રૂપાયતન બાલ ભવન દ્વારા અંધ બાળકો (અંધજન મંડળો)ને મુફ્તમાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂપાયતન બાલ ભવને કલરવના ૧૩ અંકો આપ્યા છે. અહીં નેશનલ બાલ ભવન – દિલ્હી, બ્રઇલ ભવન – દિલ્હી, રીનાબેન જસાણી તથા હર્ષાબેન વાઘેલાનો આભાર માનવો રહ્યો.

આ વખતે, કલરવ – માર્ચ, ૨૦૧૨ની ૧૦૦ જેટલી નકલો પ્રકાશિત કરવામાં આવી હતી. જો આપ કોઇ અંધ બાળકો માટે આ કલરવ સામાયિક મગવવા ઇચ્છતા હોં, તો રૂપાયતનનો નીચેના સરનામે સંપર્ક કરવો.

રૂપાયનન,

ભવનાથ,

જૂનાગઢ – ૩૬૨ ૦૦૪

ફોન નં.: ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

ઇ-મેઇલ: mail@rupayatan.com

રૂપાયતન બાલભાવન – બાલશ્રી સન્માન યોજના

વ્હાલા બાળકો…
રૂપાયતન બાલભવનને રાષ્ટ્રીય બાલભવન નવી દિલ્હી સાથે સંલગ્નતા પ્રાપ્ત થયેલ છે.

આ સંલગ્નતા પ્રાપ્ત થતા આપણા વિસ્તારના પ થી ૧૬ વર્ષની વય જૂથ ધરાવતા બાળકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રવૃતીઓમાં સક્રીય ભૂમિકા ભજવવાની સોનેરી તક મેળવી શકે તેમ છે તેમજ વિવિધ કલાના તજજ્ઞો દ્વારા તાલીમ મેળવી પોતાની સર્જનાત્મક શક્તિને વિકસીત કરી શકે તેમ છે.

વ્હાલા બાળકોને રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે નિમંત્રણ છે.

 રૂપાયતન બાલભવનના સભ્યપદ માટે સંપર્કઃ

 રૂપાયતન બાલભવન
 ગિરી તળેટી, ભવનાથ, જૂનાગઢ
 ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

રાષ્ટ્રીય બાલભવન – નવી દિલ્હી આયોજીત બાલશ્રી સન્માન અંગેના કલાનાં જુદાં જુદાં ચાર ક્ષેત્રો નીચે મુજબ છે:

  1. સર્જનાત્મક પ્રદર્શન કલા
  2. ક્રિએટીવ આર્ટ – સર્જનાત્મક કલા
  3. ક્રિએટીવ સાઇન્ટીફીક ઇનોવેશન – સર્જનાત્મક વૈજ્ઞાનિક સંશોધન
  4. ક્રિએટીવ રાઇટીંગ – સર્જનાત્મક લેખન કલા

બાલશ્રી સન્માન યોજના:

બાલશ્રી સન્માન યોજનાના નિયમો:

  • બાલશ્રી સન્માન – લોકલ લેવલ સિલેક્શનમાં ભાગ લેનાર બાળકની ઉંમર ૧લી એપ્રીલ, ૨૦૧૧ ના રોજ ૯ વર્ષથી વધુ અને ૧૬ વર્ષથી ઓછી હોછી જોઇએ.
  • લોકલ લેવલ જ્યુરીની પસંદગી રૂપાયતન બાલભવન કરશે. જ્યુરી જે નિર્ણય આપે તે દરેક કક્ષાએ છેવટનો ગણાશે અને આ બાબતે કોઇપણ વિવાદ સ્વીકારવામાં આવશે નહિં.
  • બાલશ્રી સન્માન યોજના અંતર્ગત ભાગ લેનાર બાળકે પસંદગી પ્રક્રિયા માટે તા. ૧૬-૦૭-૨૦૧૧ને શનિવારનાં રોજ બપોરનાં ૩-૩૦ કલાકે તેમજ તા. ૧૭-૦૭-૨૦૧૧ને રવિવારના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્વખર્ચે રૂપાયતન   બાલભવન, ગિરીતળેટી, જૂનાગઢ ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
  • આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવો એટલે બાલશ્રી એવોર્ડ માટે પસંદ થઇ ગયા છીએ એમ સમજવાનું નથી. બાળકમાં કેટલી સર્જનાત્મક્તા છે તેનાં પર તેની પસંદગી થવાનો આધાર છે.

વિશેષ માહિતી માટે રૂપાયતન સંસ્થાનો ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩ અથવા રૂબરુ સંપર્ક કરવો.

રૂપાયતન બાલભવન આયોજીત રાષ્ટ્રીય બાલશ્રી સન્માન-૨૦૧૦ સ્પર્ધાત્મક બાળકો માટે સોનેરી તક…

રૂપાયતન બાલભવન આયોજીત રાષ્ટ્રીય બાલશ્રી સન્માન-૨૦૧૦ સ્પર્ધાત્મક બાળકો માટે સોનેરી તક…

રાષ્ટ્રીય બાલભવન-દિલ્હી કે જે ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય હેઠળ સ્વાયત સંસ્થા તરીકે કાર્યરત છે. જેના નેજા હેઠળ સમગ્ર દેશમાં ૧૦૦ થી વધારે બાલભવનો કામ કરી રહ્યા છે. તે પૈકી રૂપાયતન બાલભવનને પણ આ રાષ્ટ્રીય સંસ્થા સાથે સંલગ્નતા પ્રાપ્ત કરેલ છે.

રાષ્ટ્રીય બાલભવનની રાષ્ટ્રીય બાલશ્રી સન્માન યોજન અંર્તગત રૂપાયતન બાલભવન, જૂનાગઢ દ્વારા બાલશ્રી સન્માન માટે ૯ થી ૧૬ વર્ષની આયુ ધરાવતા બાળકો માટે એક સ્થાનિક પ્રતિભા શોધ કેમ્પનું આયોજન તારીખ ૧૪-૮-૨૦૧૦ તથા ૧૫-૮-૨૦૧૦ના રોજ રૂપાયતન પરિસર ખાતે કરવામાં આવેલ છે.

જૂનાગઢ વિસ્તારના પ્રતિભા ધરાવતાં બાળકોને આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે રૂપાયતન ભાલભવનન માનદ્ નિયામક શ્રી હેમંત નાણાવટીનો નમ્ર અનુરોધ છે. આ માટે અરજી પત્રકો રૂપાયતન બાલભવન, ભવનાથ, જૂનાગઢ ખાતેથી મળશે જે તા. ૧૦-૮-૨૦૧૦ સુધીમાં ભરીને પહોંચતા કરવાના રહેશે.

આ યોજનામાં રસ ધરાવતાં બાળકોના વાલીઓને રૂપાયતન બાલભવનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. વધુ માહિતી માટે આપ ફોન (૦૨૮૫) ૨૬૨૭૫૭૩ નો સંપર્ક કરી શકો છો.