Posts Tagged ‘46th gujarati sahitya parisad’

૪૬મું ગુજરાતી સાહિત્ય પરીષદ રૂપાયતન-જૂનાગઢમાં

પૂ. મોરારીબાપુનાં પ્રેમાશિષથી ગુજરાતી સાહિત્ય પરીષદનાં ૪૬માં અધિવેશનનું આયોજન રૂપાયતન સંસ્થાના યજમાનપદે જૂનાગઢ મુકામે તા. ૨૨ થી ૨૫ ડીસેમ્બર, ૨૦૧૧ ના રોજ યોજાશે.

આપણી માતૃભાષાનાં આ ગૌરવશાળી અવસરે મૂર્ધન્ય સાહિત્યકાર, ઉત્તમ નિબંધકાર, અનુવાદક અને વિવેચક આદરણીય શ્રી ભોળાભાઇ પટેલ અધિવેશનનાં પ્રમુખપદે બિરાજશે. આ સાહિત્યિક અવસરે પરીષદનાં નિવૃત થતા પ્રમુખ આદરણીય શ્રી ભગતીકુમાર શર્મા તથા સર્વશ્રી રઘુવીર ચૌધરી, અનિલા દલાલ, નરોત્તમ પલાણ, રાજેન્દ્ર પટેલ, માધવ રામાનુજ, કિરીટ દુધાત, સુવર્ણાબેન, મોહન પરમાર, કાનજી પટેલ, વર્ષા અડાલજા, દિપક મહેતા, નિતીન વડગામા, અવધેશકુમાર સીંધ, વિષ્ણુ પંડ્યા, રતિલાલ બોરીસાગર અને ગુણવંત શાહ જેવા આપણી ભાષાનાં અનેક આદરણીય સર્જકો ઉપસ્થિત રહી વિવિધ વિષયો ઉપર પોતાનાં વિચારો અભિવ્યક્ત કરશે.

પૂ. મોરારીબાપુનાં સાનિધ્યમાં યોજાનાર આ અધિવેશનમાં અતિથી વિશેષ તરીકે ઓડીયા ભાષાનાં સુપ્રસિધ્ધ સર્જક શ્રી મનોજ દાસ ઉપસ્થિત રહેશે.

સગૌરવ જણાવવાનું કે, આ અગાઉ ગુજરાતી સાહિત્ય પરીષદનું અધિવેશન મુર્ધન્ય સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીનાં પ્રમુખપદે જાન્યુઆરી – ૧૯૪૯માં જૂનાગઢ ખાતે યોજાયેલ અને ગુજરાતી સાહિત્ય પરીષદનું ૨૫મું અધિવેશન મૂર્ધન્ય કવિ શ્રી સૂન્દરમ્ નાં પ્રમુખપદે ડીસેમ્બર – ૧૯૬૯માં જૂનાગઢ ખાતે યોજાયેલ, લગભગ ૪૨ વર્ષ બાદ પુનઃ આવો ગૌરવશાળી અવસર જૂનાગઢનાં આંગણે આકાર લેવાનો છે.

આ રૂડો અવસર ત્યારે જ જાજ્વલ્યમાન બને કે, જ્યારે આપનાં જેવા સાહિત્યપ્રેમી મિત્રો આ પ્રસંગમાં સક્રિય રીતે જાડાય.

આ અધિવેશનમાં ભાગ લેવા ઇચ્છતાં બહારગામનાં પ્રતિનિધીઓએ ભોજન-ઉતારા શુલ્ક રૂ. ૨૦૦/- તથા પ્રતિનિધી શુલ્ક રૂ. ૧૦૦/- મળીને કુલ રૂ. ૩૦૦/- ભરવાનાં રહેશે. વિદ્યાર્થીઓએ ૫૦% રકમ એટલે કે રૂ. ૧૫૦/- ભરવાનાં રહેશે. પરંતુ તેમણે શાળા-કોલેજના ઓળખકાર્ડની નકલ આપવાની રહેશે.

ઉપરોક્ત દર્શાવેલ શુક્લ મનીઓર્ડર, ડીમાન્ડ ડ્રાફ્ટ કે રોકડાં રૂપાયતન સંસ્થા ખાતે તા. ૩૦-૧૧-૨૦૧૧ સુધીમાં જમા કરાવવાના રહેશે. અધિવેશન સમયે સ્થળ પર પ્રતિનિધી શુલ્ક સ્વીકારવામાં આવશે નહિં, જેની નોંધ લેવા નમ્ર વિનંતી છે.

સંપર્ક:

રૂપાયતન,
ગીરી તળેટી,
ભવનાથ,
જૂનાગઢ-૩૬૨૦૦૪
ફોનઃ ૦૨૮૫ ૨૬૨૭૫૭૩

૪૬મું ગુજરાતી સાહિત્ય પરીષદ

Gujarati Sahitya Parisad

Gujarati Sahitya Parisad

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય શી રીતે ઉપજાવવું, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી સ્વ.રણજિતરામ વાવાભાઈની નિષ્ઠાભરી હૃદયોર્મિમાંથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.

અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું. ત્યારથી આજ સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાત બહાર કરાંચી, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, પૂના, કોઈમ્બતૂર જેવાં અનેક સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજીને ગુજરાતને ખૂણે ખૂણે અને ભારતની દિશાએ દિશાએ પોતાની ભાવના વિસ્તારી છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ જ્ઞાનસત્રો અને ૪૫ અધિવેશનો (સંમેલનો) યોજાઈ ગયાં છે. ગુજરાતી સાહિત્ય પરીષદનું ૪૬મું અધિવેશન રૂપાયતન ગીરી તળેટી, જૂનાગઢ ખાતે આગામી તા. ૨૨ થી ૨૫ ડીસેમ્બર, ૨૦૧૧ દરમિયાન યોજાશે.પૂ. મોરારી બાપુના આશિર્વાદથી આ અધિવેશન જૂનાગઢમાં છેલ્લા ૪૦ વર્ષ બાદ ત્રીજી વખત યોજાશે.

રૂપાયતનના યજમાન પદે યોજાનાર આ ગુજરાતી સાહિત્ય પરીષદના અધિવેશનમાં ભાગ લેવા ઇચ્છતાં સૌ સાહિત્ય રસિકોને પત્ર દ્વારા રૂપાયતન સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.

સંપર્ક સરનામુઃ
રૂપાયતન આશ્રમ શાળા,
ગીરી તળેટી,
ભવનાથ,
જૂનાગઢ – ૩૬૨૦૦૪