Posts Tagged ‘ફોન્ટ’

લોહિત ગુજરાતી યુનિકોડ ફોન્ટ | Lohit Gujarati Unicode Font

આજે થોડુ મારા ફિલ્ડ, ગમતા વિષયની થોડી વાતો…

ઇન્ટરનેટની દુનિયામાં જો સૌ પ્રથમ જો કોઇ મુશ્કેલી હોય, તો તે ફોન્ટની હતી. જોકે મારે હવે ફોન્ટ શું છે એ કહેવાની જરૂર નથી લાગતી. કારણ કે અત્યારે તમે જ્યારે આ બ્લોગ વાંચી રહ્યા છુઓ, ત્યારે એટલું તો ચોક્કસ કહી શકુ કે ઇન્ટરનેટમાં તમે માહેર છો, ફોન્ટ વિષે જાણો છો…

ફોન્ટ ઇસ્યુ એટલા માટે હતો કે પહેલા નોન-યુનિકોડ ફોન્ટ્સ વપરાતા. જે વાપરવા બહુ સહેલા હતા. પરંતુ ઇન્ટરનેટનો વ્યાપ વધતાં આવા ફોન્ટ બિનજરૂરી સાબીત થયા. કારણ કે તે ફોન્ટ આમ જૂઓ તો બધાને રમાડતા હોય તેમ જ લાગે !! જેમ કે ફોન્ટ LMG Arun અહીં તમે ‘A’ લખો ત્યારે તમને ‘બ’ દેખાય. હું મારા શબ્દને બેવડાવું છું…’દેખાય’ નહીં કે ‘લખાય’… એ માત્ર દેખવા પુરતો જ ગુજરાતીનો ‘બ’ છે, વાસ્તવમાં તો ‘A’ જ છે. આથી જ્યારે તે પોતાનું સ્થાન બીજે ક્યાંય છોડે અથવા તો બીજે ક્યાંય લઇ જવામાં આવે ત્યારે પોતે પોતાના મુળ સ્વરૂપમાં જ આવી જશે…! મને ખ્યાલ છે જ્યારે મેં મારો શરૂઆતનો બ્લોગ લખ્યો ત્યારે આજ મેથડથી લખેલો. અને મારા PCમાં તો બરાબર જ દેખાય કારણ કે તે LMG ફોન્ટ મારા કમ્પ્યુટરમાં તો ઇન્ટોલ હતા જ. પરંતુ મારા એમ મિત્રએ મને કહ્યું કે કઇ ભાષામાં તે લખ્યું છે? ત્યારે ખ્યાલ આવ્યો કે આતો મારા એકના જ કમ્પ્યુટરમાં બરાબર દેખાય છે. ત્યારે નક્કી કર્યું કે હવે આનો વિકલ્પ કઇ હોવો જ જોઇએ. અને ત્યારે હું પરિચયમાં આવ્યો યુનિકોડ શબ્દ થી. ત્યાર પછી તો મેં યુનિકોડમાં જ ટાઇપ કરતો અને બ્લોગિંગની શરૂઆત થઇ.

ત્યારબાદ યુનિકોડ ફોન્ટમાં પણ ગુજરાતી ભાષામાં ઘણા બધા ફોન્ટ્સ જોયા. ઘણાયે તો હજૂ સુધી ડીફોલ્ટ ફોન્ટ Shruti સિવાય બીજા કોઇ ફોન્ટ જોયા પણ નહીં હોય. બીજા ફોન્ટમાં સીધુ નામ આવે Arial Unicode MS. આ ફોન્ટ મને ગમ્યાં. પણ જ્યારે એનો ઉપયોગ કરવા લાગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તે તો ‘દ્વારકા’ શબ્દને ‘દ ્ વારકા’ જેમ બતાવે છે. આ તો ન પોસાય. પછી બીજા ફોન્ટની સર્ચમાં હતો. બીજા ઘણા બધા મળ્યા. લેઆઉટ્સ પણ સરસ. પણ મુશ્કેલી એક જ હતી. આ બધા ફોન્ટ્સ Open Type – Open Source નહોતા. બધા કોઇની માલિકીના હતા. મારે એક એવા ફોન્ટ્સની જરૂરીયાત હતી કે જે કોઇ પણ પ્રકારની કોઇરાઇટ વિના હોય અને ઓપન સોર્સ હોય. જેથી કરીને હું પણ તેમાં ભાગ લઇ શકું. આમ કરતાં કરતાં એક ફોન્ટ ધ્યાનમાં આવ્યા – “Lohit Gujarati”. હા, લોહિત ગુજરાતી. આ ફોન્ટ મુળ તો Fedore માં વપરાય છે. આમ છતાં Open Source હોવાના કારણે તે TTF, OTF, WebFont તરીકે ઉપલબ્ધની લીધે બહુ પ્રચલિત થઇ રહ્યા છે. મેં આ ફોન્ટનો યુઝ કરવાનું નક્કી કર્યું. શરૂઆત કચેરીના કાગળોથી કરી. નક્કી કર્યું કે હવેથી મારી શાખાના દરેક કાગળો માત્ર લોહિત ગુજરાતી ફોન્ટમાંથી જ લખાશે. અને થયું પણ ખરુ. ધીરે ધીરે આ ફોન્ટ બીજા બધાને પણ પસંદ આવવા લાગ્યા, અને હવે મારી કચેરીના દરેક કાગળ Lohit Guajratiમાં જ લખાય છે. પહેલાં તો મેં એવું નક્કી કરાવ્યું કે Font કરતાં Unicode મહત્વનું છે. કારણ કે જો આપણો ડેટા યુનિકોડમાં હશે તો, તે ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થશે. આ ફોન્ટ વાપરતાં એક ખામી જણાયઇ. મેં જોયું કે Lohit Gujaratiમાં ‘ધ’ અને ‘ઘ’ બન્ને સરખા જ દેખાય છે. જો કે જે લોકો પહેલેથી LMG વિગેરે વાપરતાં એને કશો ફેર ન પડતો કેમકે એ લોકોને ધ-ઘ, પ-૫ (પાંચ), ર-૨ (બે) બધુ સરખુ જ લાગતું. પરંતુ મને એ ગમ્યું નહીં. અને એમ થયું હું ફોન્ટ વાપરુ છુ, તો અને ઓપન સોર્સ છે, પોતે કમે મોડીફાઇ ન કરી શકું. ઇન્ટરનેટ પર સર્ફીંગ કર્યું. અને FontForgeની મદદથી ધ, અને ઘ ને અલગ કર્યા. બન્નેનો લે-આઉટ બદલાવ્યો. અને ત્યારબાદ મારી કચેરીના બધા કમ્પ્યુટરમાં એ ફોન્ટ અપડેટ કરી દીધા. પણ આ તો મારા પુરતો જ સુધારો હતો. એમ થયું કે બીજા બધા Lohit Gujarati વાપરતાં હશે તેનુ શું? મેં Lohit Gujarati ફોન્ટના ડેવલપર પ્રવિણભાઇ સાતપુતેનો સંપર્ક કર્યો અને BugZillaમાં આ અંગેની Bug દાખલ કરી. થોડાક દિવસો પછી મને ઇ-મેઇલ આવ્યો, જેમાં પ્રવિણભાઇ કહ્યું કે આ બગ સોલ્વ કરવમાં આવી છે. ત્યારબાદ મેં ઘણી વખત બીજી કેટલીક બગ નોંધાવી અને સોલ્વ થઇ.

હવે મુદ્દાની વાત. આ બ્લોગ લખવાનું મુળ કારણ… Lohit Gujarati ફોન્ટ હું એક જ વાપરું છું તેવું નથી. Fedore systemમાં તો તે આવે જ છે. હવેના Android ફોનમાં પણ default ગુજરાતી ફોન્ટ તરીકે Lohit Gujarati પ્રી-ઇન્ટોલ્ડ આવે છે. અને મને વધારે ખુશ ત્યારે થઇ, જ્યારે મહેસૂલ વિભાગમાંથી કેટલાક પત્રો, પરિપત્રોમાં Lohit Gujarati ફોન્ટમાં આવ્યા. આ વાત મને બહુ ગમી. કારણ કે લોહિત ગુજરાતી ફોન્ટનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. આ કોઇ માર્કેટીંગ નથી. પરંતુ જ્યારે આ બાબત મેં ફોન્ટના ડેવલપર પ્રવિણભાઇને કહી ત્યારે તે બહું રાજી થયા. અને કેમ ન થાય, પોતે ડેવલપ કરેલા ફોન્ટ ગુજરાત સરકારની કચેરીઓ, મહત્વનું ખાતું – મહેસૂલ વિભાગમાં જ્યારે વપરાતાં હોય તે તેના માટે ગર્વની વાત છે. મને પણ, કારણ કે હું આ લોહિત ગુજરાતી ફોન્ટમાં મહત્વના ફેરફાર લાવ્યો છું.

Project Lohit Gujarati:

Enable INR Rs. – ₹ in Computer | કોમ્પ્યુટરમાં ભારતીય રૂપિયાને પ્રસ્થાપીત કરો


INR
Indian Rupee
ભારતીય રૂપિયો
Rs.

INR SYMBOL

INDIAN RUPEE SIGN

 

આજે કાઇંક જુદો જ વિષય લીધો છે. આપણા દેશનાં ચલણનું ચિહ્ન. જી હા, પહેલાં તો ગુજરાતી વીકીપીડિયા – (http://gu.wikipedia.org) પર તેના વિષે થોડું ઘણું લખ્યું અને પછી વિચાર આવ્યો કે ચાલો આજે બ્લોગ પર પણ મુકી જોઇએ…

આમ તો ભારતીય રૂપિયાને પોતાનું આગવું આંતરરાષ્ટ્રીય ચિહ્ન મળ્યું એને ઘણો સમય પસાર થઇ ચુક્યો છે, પરંતુ હજુ સુધી આપણા કમ્પ્યુટરોમાં એને સ્થાન નથી મળ્યું. માહિતીના અભાવે કે પછી ઓછા પ્રચાર અને પ્રસારને કારણે આપણો આ ભારતીય રૂપિયો બહુ પ્રચલીત ન થયો.

સૌ પ્રથમ તો એ એક બહુ સારી વાત છે કે ગયા વર્ષે જ તેને Unicode Consortium દ્વારા આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત થયું. તેને યુનીકોડમાં U+20B9 મું સ્થાન આપવામાં આવ્યું છે.

હવે હું મારી વાત કરુ તો, જ્યારે આ સિમ્બોલ ભારત સરકાર દ્વાર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો ! અને મને ત્યારેજ એક સવાલ મગજમાં ઉદ્ભવ્યો કે આને યુનીકોડમાં ક્યારે સ્થાન અપાશે. પછી તો હું જ્યારે પણ સાઇબર કાફેમાં જતો ત્યારે બસ તેના વિષે જ માહિતી મેળવતો. (ત્યારે મારી પાસે આ આઈડીયા નેટ સેટ્ટર – ડોકોમોની જોડી નહોતી). પણ જાણવા મળ્યુ કે તેને યુનીકોડ દ્વારા પણ માન્યતાં પ્રાપ્ત થઇ છે અને તેને Unicode 6માં શમાવેશ કરવામાં આવશે. હમણાં જ થોડા દિવસો પહેલા શ્રી પણવ મુખરજીએ Rs. – ₹ ની સાઇનને આપણી ચલણી નોટોમાં પણ લાવવાંનો પ્રસ્તાવ મુક્યો હતો.

હવે બીજો પ્રશ્ન એ થયો કે એને આપણાં કોમ્પ્યુટરમાં કઇ રીતે એનેબલ કરવો. તો આજે એનાં વિષે થોડુ જાણીએઃ

આપણાં કોમ્પ્યુટરમાં ભારતીય રૂપિયાને એનેબલ કરવાં માટે ત્રણ રસ્તા છેઃ
(૧) નોન-યુનીકોડ ફોન્ટ
(૨) વેબરૂપી પ્રોજેક્ટ
(૩) માઇક્રોસોફ્ટ અપડેટ

પહેલો રસ્તો બહુ જ સરળ છે. માત્ર એક ફોન્ટ તમારાં પીસીમાં ડાઉનલોડ કરી લો. અને INR – Rs. ની સાઇન વાપરો. આ ફોન્ટ તમે ફ્રીમાં http://india.gov.in/knowindia/rupeefont.zip પરથી ડાઉનલોડ કરી શકશો.

બીજો રસ્તો છે એ બહુ જ ઉપયોગી છે. અને એમાંયે આપણાં માટે કે જેઓ ઇન્ટરનેટ વાપરે છે – વેબસાઇટ – બ્લોગ ચલાવે છે વગેરે… વેબરૂપી એ એવા API તૈયાર કર્યા છે કે તમારે કોઇપણ જાતનાં ઇન્સ્ટોલેશન કરવાની જરૂર નથી. આપોઆપ તમારા બ્રાઉઝરમાં INR – Rs. – ₹ નો સિમ્બોલ એનેબલ થઇ જશે. કોઇપણ ક્લાઇન્ટનાં બ્રાઉઝરમાં તે જ્યાં પણ “Rs.” દેખાશે ત્યાં તે ₹ – Rs. નું ચિહ્ન તૈયાર કરી દેશે. તમારે માત્ર તમારી વેબસાઇટમાં એક જ લાઇનનો જાવાસ્ક્રીપ્ટનો કોડ લખવો પડશે. વધુ માહિતી માટે વેબરૂપી પ્રોજેક્ટની વેબસાઇટ http://webrupee.com/ પર જાઓ

ત્રીજો અને બહુ જ ઉત્તમ રસ્તો છે. પણ એ બધા જ કરી શકે તમે નથી. કારણ કે એક તો બહુ જ ઓછાને આના વિષે માહિતી છે. અને હોય તો પણ વેબસાઇટ ડેવેલોપરે બીજા ક્લાઇન્ટો વિષે પણ વિચારવું પડે કે જેણે આ ફીચર્સ અપડેટ નથી કર્યા. અહીં તમારે માત્ર એક માઇક્રોસોફ્ટનું અપડેટ ડાઉનલોડ કરવાનું રહેશે. જે ફ્રી છે. ડાઉનલોડ કરવા માટે http://support.microsoft.com/kb/2496898 પર ક્લીક કરો.

મે બધા રસ્તા અજમાવી જોયા છે. અને આપે ???