અછત વર્ષ: ૨૦૧૨-૧૩


આજે સાંસ્કૃતિક સમન્વય ઝંખતા આ બ્લોગામાં સાહિત્ય, રૂપયાતન કે બીજા વિષયથી અલગ વાત કરવી છે. આજે મીજાજ અલગ છે. અછત વર્ષ: ૨૦૧૨-૧૩…

આ વર્ષની શરૂઆતમાં લાગતું હતુ કે બીજા વર્ષોની જેમ આ વર્ષ પણ નોર્મલ રહેશે, અને માત્ર ચુંટણીને કારણે આ વર્ષ ચુંટણી વર્ષ કહેવાશે. પરંતુ ચોમાસાની ૠતુ શરૂ થઇ, પણ માત્ર ૠતુ… વરસાદ નહીં. બધાને એક આશા હતી, કે વરસાદ થશે..થશે… પરંતુ એવું કાંઇ પણ થયું નહીં. કુદરત આ વખતે નારજ હોય એવું લાગે છે. બધા કહેતા, કે અમે તો દુષ્કાળો જોયા છે… વિગેરે ત્યારે મને થતું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણાં માટે એ સમય નથી આવ્યો. પરંતુ કુદરતને એ પણ મંજુર નહીં હોય, તેણે આ જનરેશનને પણ અછત દેખાડવી જ હશે. પાછલા દાયકાથી ગુજરાત પર ભગવાન ખુશ હોય, તેણે એક પણ દુષ્કાળનું વર્ષ નથી આપ્યું, અને હંમેશા ખેડુતને રાજી રાખ્યા છે. આ વર્ષમાં નથી કોઇ ખેડુત ખુશ કે નથી તંત્ર. આ માઠા વર્ષમાં ખેડુતો તથા તંત્રની પરિસ્થિતી જાણવાની કોઇશી કરીએ. હું ખેડુત પૌત્ર હોવાથી, ખેડુતોની વેદના પણ જાણું છું, અને તંત્રની મજબુરી પણ.

પાછલા દસ વર્ષથી એક ધારા સારા (સારા નહીં, બહુજ સારા) વર્ષો આવ્યા. પાછલાં વર્ષોમાં ખેડુતોએ આવા કપાસ-મગફળીના ભાવો નહોતાં જોયા ! આપણી ખેતી હજુ સુધી આકાશી ખેતી (વરસાદ આધારી) છે. બહુ જુજ પ્રમાણમાં બીજી ટેક્નિકો આપનાવવામાં આવી છે. ખેડુતોએ વરસાદની બહુ રાહ જોઇ. કેટલાકે તો રાહ જોયા વિના, વાવણી કરી દીધી હતી, અને હવે તેઓ પછતાયા કરે છે. પશુઓ ભુખે મરે છે. હું જ્યારે અહીં આવતો હોંઉ છું, ત્યારે રસ્તામાં કેટલાં બધા પશુઓ રખડતા નજરે ચડે છે. આ બધા પશુઓને તેનાં માલિકોએ ચારાના અભાવે છોડી મુક્યા હોય, એવું પણ બને. પશુઓ કત્તલખાને જવા લાગ્યા છે. (એક વર્તમાનપત્રમાં વાંચ્યું.) ખેડુતોને સરકાર પાસેથી આશ્વાસન માટે સહાય જોઇએ છે. પરંતુ આ બધાની વચ્ચે પણ રાજકરાણ… સાચુ કહું તો કેટલાક લોકોને માત્રને માત્ર પોતાની ખીચડી રાંધવામાં જ રસ હોય છે. પછી દુનિયાનું જે થાંવું હોય તે થાય. કેટલાંક ખેડુતો (કોના દ્વારા ?) તેના પશુઓને લઇને મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીએ ધામા નાખ્યાં છે. શું મામલતદારશ્રી કે કલેક્ટરશ્રી તેની કચેરીમાં ઘાસ ઉગાડીને તેઓને ઘાસ આપી શકે ? સાહેબ, તેઓ પોતાની રીતે કાર્યશીલ હોય જ છે. મને ખ્યાલ છે કે ગમે તેટલું કાર્ય કરો, લોકોને એમ જ છે કે સરકારી કચેરીઓમાં કોઇ કામ કરતાં જ નથી. ક્યારેક આવો, તો ખ્યાલ પડે, સાહેબ…, તુટી જવાય છે ! લોકોની માનસિકતા જ એવી છે કે તેને હવે બદલી શકાય તેમ નથી. જેણે વાવણી જ નથી કરી, તેઓ પણ પાકવિમાની આશા સેવે છે. એ કેટલી હદે ખરી છે ? આવા સમયે ખરેખર એકબીજાને મદદ કરવી જોઇએ, એને બદલે એકબીજાના પગ ખેંચવામાંથી જ સમય નથી મળતો.

આજે (અત્યારે આ લખુ છું, ત્યારે) વરસાદ ચાલું છે. જો કુદરત મહેરબાન થાય, ને આમને આમ વરસાદર ચાલુ રાખે, તો ખેડુતો, પશુઓને રાહત થશે. ભલે હવે કદાચ ખેડુત પાક ન લઇ શકે, પણ કદાચ પશુઓ માટે ચારા જોગું થઇ જાય.

Advertisements

One response to this post.

  1. Very good
    news paper ma aapava jevu chokkas chhe

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: