Gujarati Wikipedia – ગુજરાતી વિકિપીડિયા


Wikipedia નો પરીચય આપવો પડે તેમ નથી. Internet પર માહિતી આપતુ મોટામાં મોટુ સ્રોત એટલે વિકિપીડિયા.  વિકિપીડિયાની  શરૂઆત 2001 મા જીમ્મી વેલ્સ (Jimmy Wales) અને લેરી સેન્ગર (Larry Sanger) દ્વારા કરવામા આવી. લેરીએ તેનુ નામ Wikipedia રાખવાનુ નક્કી કર્યું. આજે 2011 મા વિકિપીડિયા 282 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યારે વિકિપીડીયા 20 મીલીયન જેટલા લેખો ધરાવે છે.

હવે વાત કરીએ આપણા ગુજરાતી વિકિપીડિયાની. http://gu.wikipedia.org – ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત 2004 મા કરવામા આવી. આજે ગુજરાતી વિકિપીડિયામા 21557 લેખો લખાયેલા છે. 9715 જેટલા ગુજરાતી વિકિપીડિયાના યુઝર્સ – સભ્યો છે, જેમાથી 60 જેટલા સક્રીય સભ્યો છે, કે જેઓ ગુજરાતી વિકિપીડિયામા પોતાનું યોગદાન આપે છે. (એ વાતનો આનંદ છે કે એ 60માં હું પણ છું.)

વિકિપીડિયાને હજુ ઘણા લેખોની જરૂર છે, પરતું આપણી નબળાઇને કારણે ગુજરાતી વિકિપીડિયામાં માત્ર 21557 લેખો જ છે, જ્યારે हिन्दी विकिपीडिया મા 100469 અને मराठी विकिपीडिया મા 34602 લેખો લખાયેલ છે. ગુજરાતી વિકિપીડિયાનો ઉપયોગ તો ઘણા કરે છે, પરંતુ નવા લેખો બહુ જ થોડા લખાય છે. બહુ જ થોડા-ઘણા ફેરફારો થાય છે. શા માટે લોકો ગુજરાતી વિકિપીડિયમા પોતાનુ યોગદાન નથી આપતા ?

ચાલો ગુજરાતી વિકિપીડિયાને સમૃદ્ધ બનાવીયે. હવે તો Google Translate પણ ઉપલબ્ધ છે, જેનાથી માત્ર English Wikipedia નો લેખનું ભાષાંતર પણ કરી શકાય છે. જોકે સંપુર્ણ શુદ્ધ ભાષાંતર તો ન થઇ શકે, પરંતુ આપણે તેને ફેરફાર તો કરી શકીએ ! તો પછી શું વિચાર કર્યો, આજથી ગુજરાતી વિકિપીડિયામા તમારૂ યોગદાન આપશો કે ???

3 responses to this post.

  1. નેટ ઉપર ખાખાખોડા કરતાં અહીં આવ્યો. ખરેખર આ વીકીપીડીયાએ લોકોને જ્ઞાન આપવામાં બહુજ મહત્વનો ભાગ ભજવેલ છે. હું અંગ્રેજી વીકીપીડીયાનો ઘણાં સમયથી ઉપયોગ કરું છું. અંગ્રેજી પછી હીન્દી અને ગુજરાતી વીકીપીડીયાનો ઉપયોગ કરું છું.

    ગુગલ મહારાજના બ્લોગમાં મેં મુખપૃષ્ઠ ઉપર અંગ્રેજી વીકીપીડીયાને દેશ વીદેશના સમાચારોમાં મુકેલ છે. હીન્દી અને ગુજરાતી વીકીપીડીયાને પણ નીચે મુકેલ છે અને લખેલ છે આ બધાની મુલાકાત માટે રોજ પ્રયત્ન કરું છૂં.

    જવાબ આપો

  2. very well i know some gujarati sahitya about computer.good ……

    જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો