જંગલને બચાવો, જંગલ તમને બચાવશે !”


વન – જંગલો કાપતા અટકાવો “જંગલને બચાવો, જંગલ તમને બચાવશે !” આવા તો કેટલાય વાક્યો આપણે સાંભળ્યા હશે. પણ એનું સાચી રીતે પાલન કરે છે કોણ ? ભારત ભરમાં જંગલ ઝડપથી ઘટી રહ્યા છે.

જંગલમાંથી લાકડા કાપવા માટે જંગલોનો પુર ઝડપે વિનાશ થઇ રહ્યો છે. માનવી પોતાના સ્વાર્થ માટે કુદરતી જંગલોનો નાશ કરી રહ્યો છે. જંગલો કાપવાથી ભારતમાંથી ૧૩૦ જેટલી પ્રજાતી એક વર્ષમાં નાશ પામે છે. જંગલો કપાવવાને લીધે વન્ય જીવોને ઘણી રીતે નુક્સાન થાય છે. આના કારણે જ આપણે જ જંગલોમાં રહેતા એવા કેટાલાય વન્ય જીવો છે જે હવે લુપ્ત થઇ ગયા છે કાંતો લુપ્ત થવાની તૈયારીમાં છે. ઉપગ્રહ તસ્વીરથી જંગલો જોવો તો તમને એવું લાગશે કે જંગલ વધી રહ્યું છે. પણ વાસ્તવમાં અમુક પ્રકારની વનસ્પતીઓ ને કારણે એવું દેખાય છે. જંગલો કપાવવાથી ઘણી જ ઝડપથી જંગલોનો ઘટાડો થઇ રહ્યો છે. એક રીપોર્ટ મુજબ ભારમાં આજે ૩૦% જંગલોમાંથી માત્ર ૧૨% જંગલો જ ઘાટા જંગલો રહ્યા છે.

મધ્યપ્રદેશનો એક પ્રસંગઃ મધ્યપ્રદેશનાં એક જંગલમાં કેટલાક લોકો જંગલોમાં વૃક્ષોને ચારે બાજુથી કિનારી કાપે છે. એટલે વૃક્ષની અમુક નસો કપાઇ જાય છે. આના લીધે વૃક્ષનો જમીન સાથેનો સંપર્ક તુટી જવાથી વૃક્ષ મરી જાય છે. અને તેને કાપી નાખવામાં આવે છે. આ બાબતે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પણ બહુ ઘ્યાન નથી આપતુ.

ભારતમાં જંગલ નીતીઓ ઘડવાની શરૂઆત ૧૮૫૪માં થઇ. ૧૮૫૪માં બ્રીટીશ સરકારે એક જંગલ નીતી ઘડી, ત્યારે ભારતમાં ૪૦% જેટલું જંગલ હતું. ભારતમાં પહેલુ-વહેલુ વન કાનુન ૧૮૬૫ માં બનાવવામાં આવ્યુ. ત્યારબાદ ૧૯૨૭માં બીજુ વન કાનુન બનાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ ૧૯૫૧માં ભારત સરકારે કૃષી માટે અમુક ટકા વન સંરક્ષીત કરવામાં આવ્યુ. આ પછી તો જાણે ભારતમાં વન ક્રાન્તી આવી. પ્રોજેક્ટ ટાઇગર શરૂ કરવામાં આવ્યો. પ્રોજેક્ટ ટાઇગર હેઠળ ભારતમાં વાઘને સંરક્ષણ આપવામાં આવ્યુ. ભારત ભરમાં ૯૫ નેશનલ પાર્ક તથા ૫૦૦ જેટલાં વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી બનાવવામાં આવ્યા.

આપણા ગુજરાતનુ ગીરને ૧૯૬૫ માં નેશનલ પાર્ક બનાવવામાં આવ્યુ. પરંતુ ઘટતા જંગલને કારણે અત્યારે સિંહો માટે વન પર્યાપ્ત નથી. આના લીધે સિંહો વારંવાર ગીરની બહાર શિકાર તથા પાણીની શોધમાં આવી જાય છે.

જંગલોને આદીવાસીઓ (વન વાસીઓ)ની મદદથી બચાવી શકાય છે. કારણ કે તેઓ સદીઓથી જંગલોમાં રહેતા આવે એ અને તેનું રક્ષણ કરતાં આવે છે. તેઓ જંગલોની પુજા કરે છે. આ માટે ભારત સરકારે ૧૯૮૮માં સંયુક્ત વન પ્રબંધ કાર્યક્રમની શરૂઆત કરી. જે અત્યારે આશરે ૨૭ જેટલા રાજ્યોમાં કાર્યરત છે. આપણે બહુ જ નસીબદાર છીએ કે આપણને કુદરત પાસેથી આટલા પ્રમાણમાં જૈવ વિવિધતા પ્રાપ્ત થઇ છે. જેનો આપણે સૌએ રક્ષણ કરવો જોઇએ. વઘુ પ્રમાણમાં વૃક્ષો વાવીએ તથા જંગલોને બચાવીએ !

Advertisements

2 responses to this post.

 1. hu jangal ane jangal na praniyoni khub prem karushu tena mate hu maro jev apva tiyar su …[save the forest and save the animal] green world project
  My name-patel suchakkumar mangal bhai ..from
  contry-india
  stat-gujrat
  destic-mehsana
  th-vijapure
  dhanlaxme socity,28

  જવાબ આપો

 2. mane jangal ma rahevanu khubaj game chhe ane maru gam pan nankdu chhe ane jungalmaj aavelu chhe. mate khusnasib chhu ke maro janam pan jungalna gamdama j thayo .
  Hu jungal na vruksho ane jungli praniyo ghana game
  ane vrukso ropavanu mane khubaj game chhe.
  apni bhhomi ane tena upar raheta praniyo temaj junglo ne apne bachavava joiye.
  (save forest adn save the animal.)
  i hope you continu ypor mission and i will do support you.
  My name:Dhansukh chaudhari
  At: Kanaghat
  Taluka:Mandvi
  District:Surat
  Gujarat:394160
  Mo.no. 9913288171

  જવાબ આપો

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: