દીપડો – Leopard


ભારત, એક એવો દેશ જ્યાં સારી એવી જૈવ વિવિધતા જોવા મળે છે. પશુ-પક્ષી, પ્રાણી, વનસ્પતી વગેરેમાં અહીં વિપુલ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. જેમાંથી દીપડો એ ભાગ્યે જ જોવા મળતુ એક નિશાચર હિંસક પ્રાણી છે. દીપડો એટલે કે leopard ભારત ભરના જંગલોમાં જોવા મળે છે. ખાસ કરીને રાત્રે જ શિકાર કરે છે. પરંતુ હમણા હમણાં આપણને સમાચારમાં કે ટીવીમાં સાંભળવા મળે છે કે કોઇ ગામમાં દીપડાએ માણસો પર હુમલો કર્યો. આવુ શાને બને છે ? એક નિશાચર પ્રાણીને માણસોના વસવાટમાં આવવાની શી જરૂર પડે છે ? એક મુખ્ય કારણ છે માણસોનો જંગલોમાં વધતો જતો હસ્તક્ષેપ ! આપણે માત્ર આપણા સ્વાર્થ ખાતર જંગલોને ધટાડી રહ્યા છીએ. આને લીધે જંગલ – વનસ્પતી પર નીર્ભર હોય એવા જીવો ની સંખ્યા પણ ધટી રહી છે. આના કારણે દીપડાને તેનો શિકાર ન મળતા તેને ના છુટકે પણ ગામડાઓ – શહેરોમાં આવવુ પડે છે. દીપડોનો મુખ્ય શિકાર હરણાં, સસલા વગેરે જેવા જીવો છે, એક અંદાજ મુજબ દીપડો કોઇ પણ હલતી ચલતી વસ્તુને ખોરાક સમજી શિકાર કરી લે છે. જેને લીધે તે ઘણી વાર મોર જેવા પક્ષીઓને પણ પોતાનો શિકાર બનાવે છે. ભારતમાં આશરે માત્ર ૯૦૦૦ થી પણ ઓછા દીપડાઓ બચ્યા છે. આનુ કારણ છે ગેરકાનુની રીતે થતો શિકાર. અથવાતો ઘણીવાર માત્ર ભયના કારણે જ લોકો દીપડાને મારી નાખે છે. આશરે ૫૦૦ થી વધુ દીપડાઓને ઉત્તરપ્રદેશમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. અને ૨૦૦૬ માં ભારતમાંથી ૧૫૦ જેટલી દીપડાઓની ખાલ જપ્ત કરવામાં આવી હતી. દીપડાની ખાલનો વિવિધ જગ્યાએ ઉપયોગ થતો હોય, તેનો ગેરકાનુની રીતે શિકાર કરવામાં આવે છે. જો આમ જ શિકાર ચાલુ રહેશે તો એક દિવસ દીપડો પણ લુપ્ત થતી જતી પ્રજાતીમાં સામેલ થઇ જશે. હિમાચલ પ્રદેશના ચાના બગીચાઓમાં ઘણી વખત બાળ દીપડાઓ મળી આવે છે. આ વખતે ક્યારેક માણસો અને દીપડી વચ્ચે મુઠભેડ થાય છે. અને દીપડાઓને મારી નાખવામાં આવે છે. અહીં ચાના બગીચાના મેનેજરો દ્વારા બગીચાના મોટા મોટા વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, જેને લીધે ત્યાં કામ કરતાં મજુરોની દીપડાથી સુરક્ષા રહે. પરંતુ વાસ્તવમાં એનાથી ઉલટાનું દીપડાઓ અને માણસોમાં ઘણી વાર આમના-સમાનો થઇ જાય છે. જોકે હવે તો ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ હંમેશા ચોંકતુ જ રહે છે. દીપડા માટે એક રીઝર્વડ સેન્ટર – બક્સર ટાઇગર રીઝર્વ નામનુ સેન્ટર બનાવવામાં આવ્યુ છે, જ્યાં આવા નિસહાય બાળ દીપડાઓ નુ રક્ષણ અને ઉછેર કરવામાં આવે છે. જ્યારે દીપડો પુખ્ત વયનો થઇ જાય ત્યારે તેને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવે છે. આપણા જંગલોની સુરક્ષા વધારવી જોઇએ અને આવા પ્રાણીઓને રક્ષણ મળવુ જોઇએ. જેવી રીતે સિંહ અને વાઘ જેવા મોટા પ્રાણીનો રક્ષણ અપાયુ છે એવી જ રીતે આવા પ્રાણીને પણ રક્ષણ આપવુ જોઇએ. સરકારે શિકારઓને કડકમાં કડક સજા આપવી જોઇએ. ઉપરની કેટલીક માહીતી મેં દુરદર્શનની સીરીયલ Earth Matters માંથી પ્રાપ્ત કરી છે. આ સીરીયલ વન્ય જીવો, તથા પર્યાવરણ ના મુદ્દાઓ પર ડોક્યુમેન્ટરી બતાવે છે.

Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: