26 January Celebration in a new way


આજે ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ. આજે આપણા ભારત દેશનુ બંધારણ અમલમાં આવ્યુ. આજે અમારે કોલેજમાં રજા હતી એટલે અહીં- રૂપાયતનના ધ્વજ કાર્યક્રમમાં હાજર રહી શકાયુ. આ વખતે દર વખત કરતાં કાઇક અલગ રીતે આ દિવસ ઉજવાયો. ભાજપને શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો હતો, સફળ થયા હોય કે નહીં ખબર નથી પણ અમે ગીરનારની એક ટેકરી પર આપણો ત્રીરંગો શાનથી ફરકાવી આવ્યા ! બાળકોને વન – પર્યાવરણ વિશેની માહિતી મળે તથા રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે એ હેતુથી વિદ્યાર્થીઓને અમે ગીરનારની એક સુદંર ટેકરી – છીપર (તે આખી છીપર – પથ્થરની હોવાથી છીપર ટેકરી તરીકે ઓળખાય છે) પર લઇ ગયા હતા. અને ત્યાં ધ્વજ ફરકાવી રાષ્ટ્ર ગીત ગાયુ. આ કાર્યક્રમમાં અહીનુ એક સેવાભાવી ટ્રષ્ટ – જીવન જ્યોતે સહયોગ આપ્યો હતો. આ ટેકરી પરથી આખુય ભવનાથ અને ગરવો ગીરનાર કાઇંક અલગ જ દેખાઇ આવે છે (ખુશ્બુ ગીરનાર કી) !! ત્યારબાદ નીચે આવી અહીના મેદાનમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન જુનાગઢ શહેરના મેયર સતીષભાઇ તથા ડે. મેયર ગીરીશભાઇએ હાજરી આપી હતી.

Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: