મદારી – લુપ્ત થતી જતી કળા…


 

બે દિવસ પહેલા એટલે કે શનિવારે રૂપાયતનમાં મદારી આવ્યા હતા. મદારી એ પોતાના જાદુના ખેલ બતાવીને બધા વિદ્યાર્થીઓ ને ખુશ કરી દીધા. જોકે કમનસીબે હું ત્યારે હાજર ન હતો.
ઠીક ત્યારે આપણે વાત કરવાની છે મદારીની. થોડા વર્ષો પહેલા જ મદારીઓ ગામડે – ગામડે લગભગ વર્ષમાં બે થી ચાર વખત આવતા. જયારે અત્યારે ભાગ્યેજ આપણ ને મદારી લોકો જોવા મળે છે. એ લોકો પાસે કેટલી કળા છે. મોટા મોટા જાદુગરો જે કામ ૨૦ ફૂટ દુર રહી ને કરે છે, એ આ લોકો માત્ર ૫ ફૂટ દુર રહીને કરી બતાવે છે. માત્ર એટલુજ નહિ, કેટલીક કળા જે મદારી પાસે છે એ જાદુગરો ક્યારેય નથી કરી શકવાના !
થોડા સમય પહેલા મેં એક વર્તમાન પત્ર માં લેક વાંચેલો. લેખક નું નામ લગભગ જોરાવરસિંહ જાદવ. એમણે ખુબજ સરસ રીતે એ લેક લખેલો. એ કોલમ નું નામ ભુલાઈ ગયું છે. એમાં લખું હતું કે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જે માં કપડાને કે લાકડા ને હવામાં અધ્ધર કરવાનું. વિદેશના જાદુગરો એ સ્વીકારતા નહોતા કે એ શક્યાજ નથી. પણ એક ભારતીય વ્યક્તિએ એ વસ્તુ કરીને બતાવ્યું.
બીજો એક પ્રસંગ. દૂરદર્શન પર એક કાર્યક્રમ આવેલો. એ મદારી ગોધરાના અભણ મદારી હતા. એ માંદારીએ એક ઇન્ટરનેશનલ મેજીસિયન કોન્ફરન્સ માં ભાગ લઇ એવોર્ડ જીત્યો હતો. તેને મો માંથી સાપ અને  વીંછી કાઢ્યા હતા એ જોઈ ને ત્યાના જાદુગરો મોઢામાં આંગળા નાખી ગયા હતા.
Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: