ITP બાલભવન અહેવાલ – 2010


રૂપાયતન બાલ ભવન,

બંધિયા ડી.ડી.

તારીખ : ૨૦-૬-૨૦૧૦

પ્રતિ,

શ્રી ડાયરેક્ટર સાહેબ,

રૂપાયતન

ભવનાથ,

જૂનાગઢ.

વિષય :- આઇ.ટી.પી. ટ્રેનીંગ રિપોર્ટ બાબત.

સાહેબશ્રી,

            ઉપ્રોક્ત વિષય અનુસંધાને જણાવવાનુ કે, નેશનલ બાલ ભવન દિલ્હીમાં બાલ ભવન શિક્ષકોની ટ્રેનીંગ તા. ૧૩-૪-૨૦૧૦ થી તા. ૩૦-૪-૨૦૧૦ સુધી હતી. તેમાં રૂપાયતન બાલભવન વતી હું અને મારી સાથે શ્રી વાઘેલા હર્ષાબેન હતા. જેનો રિપોર્ટ આપવાનો હોય તો મારી સમજણ મુજબ જણાવું છું તે સ્વીકારવા આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે.

વિષેશમાં લખવાનુ્ કે, અમે દિલ્હી નેશનલ બાલભવનમાં સહી સલામત તા. ૧૨-૪-૨૦૧૦ ના રોજ રાત્રે પહોંચી ગયા હતા.તા. ૧૩-૪-૨૦૧૦ ના રોજ સવારે ૯.૦૦ કલાકે અમારી ટ્રેનીંગ શરૂ થઇ, પહેલા નેશનલ બાલભવનનાં સાહેબશ્રી સત્ય નારાયણજી સાહેબનું લેક્ચર હતું, તેમાં તેમણે જુદા જુદા રાજ્યોના દરેક જીલ્લામાંથી આવતા ૧૬૩ શિક્ષકોનું સ્વાગત કર્યું અને બધાનો પરિચય લીધો અને ટ્રેનીંગ વિષે પ્રાથમિક માહિતી આપી.

ત્યારબાદ ષ્રી ધવન સાહેબ નું લેક્ચર આવ્યું, તેમણે બાલભવનનો હેતુ અને સ્કુલ અને બાલભવનમાં શું ફરક છે તે વિષે સારી રીતે સમજાવ્યું. તેમનું કહેવું હતું કે સ્કુલમાં બાળક તે શિક્ષકે સોંપેલું કાર્ય કરવાનું હોય છે. જેવું કે ગણીતનાં દાખલા ગણવા, સવાલના જવાબ લખવા અને ધોરણ મુજબ પુસ્તક પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. જ્યારે બાલભવનમાં બાળકની રૂચી મુજબનું કાર્ય કરવાનું હોય છે. જેવું કે બાળકને માટી કામ ગમતું હોય તો તે કરવાનું અથવા જે કોઇ કાર્ય બાળકને ગમે તે કરવાનું હોય છે. બાલભવનમાં બાળકે કોઇ કામ ફરજીયાત કરવાનું નથી હોતુ. તેથી જ બાલભવનમાં બાળક પોતે તેમની મરજીથી આવવા લાગે છે.

બાલભવન શિક્ષક ટ્રેનીંગમાં શિક્ષકને બાલભવનની તમામ એક્ટીવીટી સમજાવવામાં આવે છે, નહી કે કોઇ એક કામમાં માહીર કરવા, કારણ કે શિષ્કને તમામ એક્ટીવીટીની થોડી સમજ હોય તો તે બાળકને તેને ગમતી એક્ટીવીટીનું પ્રાથમીક જ્ઞાન આપી શકે. આમેય બાલભવન બાળકનો ઉધ્ધા કરવા નહી પરંતું પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. બાલભવનમાં ૧૫ વર્ષ્ સુધીના જ બાળકો આવી શકે છે. જેમાંથી ઘણા બાળકો સારા કલાકાર કે સંગીતકાર બની જાય છે.

નેશનલ બાલભવન શિક્ષક ટ્રેનીંગનો હેતું એ છે કે દરેક શિક્ષકને બધી એક્ટીવીટીનું શિક્ષણ આપવામાં આવે, જેથી શિક્ષકની ક્ષમતાઓમાં વધારો થઇ શકે, જેથી તે શિક્ષક બાળકોની સાથે વધારે ઉદ્દેશ્ય પૂર્ણ વ્યવહાર કરી શકે, અને બાળકના વિકાસમાં સહયોગી બની શકે તથા બાળકોને જુદી જુદી એક્ટીવીટી કરવામાં શિક્ષક નવ પ્રાયોગિક એક્કટીવીટીનુંપ્રદાન કરવામાં સહાયતા કરી શકે.

ત્યારબાદ નેશનલ બાલભવનના દરેક વિભાગની મુલાકાત અમોએ લીધી અને દરરોજ જુદી જુદી એક્ટીવીટીના જુદા જુદા તજજ્ઞો દ્વારા દરેક એક્ટીવીટી કેમ બને અને કઇ વસ્તુંમાંથી થઇ શકે તેના વિશે સમજ આપી. જેમાં કાગળમાંથી ઢીંગલી બનાવવી, ન્યુઝ પેપર કેમ બને, મીડીયા ન્યુઝ સ્ટોરી, કાર્ટુન મેઝીક, પેપર મેશી, પેપર પેસ્ટીંગ, સર્જનાત્મક કામ, સીલાઇ, ભરત કામ, માટી કામ, કાસ્ટ કલા કામ, સંગીત, ડ્રામા અને બાળગીત જેવી જુદી જુદી કાગગીરીથી તમામ શિક્ષકોને તમામ કાર્યનાં માહીતગાર કરવાંમાં આવ્યાં.

એક દિવસ નેશનલ બાલભવનના મેડમ શ્રી અમીતાબહેનનું લેક્ચર હતું. તેમણે બાલભવનની કામગીરી વીશે વાત કરી અને બાલભવન શિક્ષકોના પ્રશ્નોના જવાબ આપ્યા. શિક્ષકોનો પ્રશ્ન એ હતો કે અમોને વેતન ફીક્સ અને ઓછુ મળે છે, તો તેના જવાબમાં મેડમે કહ્યું કે નેશનલ બાલભવન દરેક બાલભવન કેન્દ્રને વિકાસ ગ્રાન્ટ આપે છે ૫રંતું નિભાવ ગ્રાન્ટ આપતું નથી… જોકે બાલભવન બાળકો પાસેથી પ્રવેશ ફી અને સભ્ય ફી લઇ શકે.

વિશેષ તો નેશનલ બાલભવનનો સ્ટાફ ખૂબજ માયાળું હતો અને રહેવા માટે હોસ્ટેલ પણ ખુબજ સારી હતી… મને તો નેશનલ બાલભવન એ નેશનલ માનવ મંદીર જેવું લાગ્યું. અને બીજા રાજ્યોના શિક્ષકો કરતાં ગુજરાતના શિક્ષકોમાં ખુબજ વ્યવહારીક સમજણ હોય એવું જોવામાં આવ્યું…

નેશનલ બાલભવન દિલ્હીમાં ટીચર ટ્રેનીંગમાં જવાની તક અમોને આપવામાં આવી તે બદલ રૂપાયતન ટ્રષ્ટના મે. ટ્રષ્ટીશ્રી હેમંતભાઇનો આભારી છું તેમજ સહકર્મચારીગણે પણ અહીંની મારી સ્થાનિક જવાબદારી સંભાળી તે બદલ તેમનો પણ ખુબ જ આભારી રહ્યો છું.

આપનો વિશ્વાસુ

બંધિયા ડી.ડી

Advertisements

આપનો પ્રતિભાવ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: